શોધખોળ કરો

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

Chaitra Navratri 2026: નવરાત્રિમાં માં દુર્ગાને લવિંગ ચઢાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ધન અને આરોગ્યમાં સાથે સઘળી મનોકામનાઓની પૂર્તિ થાય છે.

Chaitra Navratri 2026: હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક ઉપાયો અપનાવે છે. તેમાંથી એક ઉપાય છે દેવી દુર્ગાને લવિંગ અર્પણ કરવા. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પૂજામાં લવિંગ ચઢાવવું આટલું મહત્વનું કેમ છે? આના ફાયદા શું છે? ચાલો જાણીએ તેની પાછળની ધાર્મિક માન્યતાઓ અને લાભ.

લવિંગનું ધાર્મિક મહત્વઃ હિન્દુ ધર્મમાં લવિંગને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનો વિશેષ ઉપયોગ પૂજા અને હવનમાં થાય છે. તેની સુગંધ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે લવિંગ ચઢાવવાથી ખૂબ જ લાભ થાય છે. 

લવિંગ ચઢાવવાના ફાયદા:
નકારાત્મક ઉર્જાનો નાશ - લવિંગની તીખી સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે.
ધનની પ્રાપ્તિ - મા દુર્ગાને લવિંગ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને સમૃદ્ધિ આવે છે.
રોગોથી મુક્તિ - લવિંગમાં ઔષધીય ગુણ હોય છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે તેને ચઢાવવાથી રોગો દૂર થાય છે.
મનોકામનાઓ પૂર્ણ થાય છે – માતાજીને  લવિંગ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
રક્ષણ – લવિંગ  નજર દોષથી રક્ષણ કરે છે  અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે.

લવિંગ ચઢાવવાની રીત:
થોડા લવિંગને લાલ કપડામાં લપેટી લો.
આ લાલ કપડાને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો.
તમે લવિંગને ઘીમાં શેકીને પણ અર્પણ કરી શકો છો.
લવિંગ અર્પણ કરતી વખતે, તમારા મનમાં દેવી દુર્ગાનું ધ્યાન કરો.

ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે લવિંગના ઉપાયઃ
ધન પ્રાપ્તિ માટે - લાલ કપડામાં 2 લવિંગ, 5 એલચી અને 5 સોપારી બાંધીને મા દુર્ગાને અર્પણ કરો.
નોકરી અને પ્રમોશન માટે – નોરતાના નવ દિવસ, તમારા માથા પર લવિંગની જોડી 7 વાર ફેરવો અને તેને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો.
રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે- દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરો.
નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે - દરરોજ ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો અને તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો.
નવરાત્રિ દરમિયાન લવિંગ અર્પણ કરવું એ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે. તે માત્ર આધ્યાત્મિક રીતે જ ફાયદાકારક નથી, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ લાવે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરો અને તેમના આશીર્વાદથી તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Embed widget