(Source: ECI/ABP News/ABP Majha)
Feng Shui Wallet Tips :આપના મૂલાંક હિસાબે રાખો પર્સનો કલર, થશે ધનની વર્ષાં
lucky Color of Wallet : જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી આપનું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.
lucky Color of Wallet : જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી આપનું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.
પૈસા કમાવવા માટે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ પૈસા એવા હોય છે જે ટકવાનું નામ લેતા નથી. આ પૈસાના અભાવને કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફેગસૂઇ મુજબ પર્સનો ધનના બરકતમાં મોટો ફાળો છે. જી હાં ફેંગશૂઇ મૂજબ જો આપના જન્મના અંક મુજબ પર્સનો રંગ હોય તો તે થોડાગણા અંશે આપને આર્થિક રીતે ફાયદો કરાવે છે. તો જાણીએ કે આપના મૂલાંક મુજબ આપને કેવા રંગનું પર્સ રાખવું જોઇએ.
મૂલાંક 1
આ મૂલાંકના લોકોએ પોતાની સાથે લાલ રંગનું પર્સ રાખવું જોઈએ. આ સાથે તેમાં તાંબાનો સિક્કો પણ રાખવો.જેનાથી લક્ષ્મી કૃપા બની રહેશે,
મૂલાંક 2
2 મૂલાંકના લોકોએ સફેદ રંગનું પર્સ રાખવું અને તેમાં ચાંદીનો સિક્કો રાખવો શુભ રહેશે.
મૂલાંક 3
આ મૂલાંકના લોકોએ પીળા અથવા મહેંદી રંગનું પર્સ રાખવું જોઈએ.તમારે પર્સમાં સોનેરી વરખનો ત્રિકોણાકાર ટુકડો પણ રાખવો જોઈએ.
મૂલાંક 4
મૂલાંક 4ના લોકોએ આકાશી વાદળી રંગનું પર્સ રાખવું અને પર્સમાં લીલો રૂમાલ અથવા નાના કપડાનો ટૂંકડો રાખો.
મૂલાંક 5
આ મૂલાંકના લોકોએ પોતાની સાથે લીલા રંગનું પર્સ રાખવું જોઈએ. તમારા પર્સમાં મની પ્લાન્ટનું એક પાન પણ રાખો.
મૂલાંક 6
જો તમારો લકી નંબર 6 છે તો તમારે સફેદ રંગનું પર્સ રાખવું તેની સાથે પર્સમાં પિત્તળનો સિક્કો પણ રાખો.
મૂલાંક 7
મૂલાંક 7 મૂલાંક7ના લોકોએ પોતાની સાથે બહુ રંગનું પર્સ રાખવું જોઈએ અને પર્સમાં માછલીનું ચિત્ર પણ રાખવું જોઈએ. આમ કરવાથી તેમને ફાયદો થશે.
મૂલાંક 8
આ મૂલાંકના લોકોએ પોતાની સાથે વાદળી રંગનું પર્સ રાખવું જોઈએ. આ સાથે પર્સમાં વાદળી રંગનો રૂમાલ અને મોરનો ફોટો પણ રાખવો શુભ રહેશે.
મૂલાંક 9
જો તમારો મૂલાંક 9 છે, તો તમારે નારંગી અથવા વાદળી રંગનું પર્સ રાખવું જોઈએ. સાથે જ પર્સમાં પિત્તળનો સિક્કો રાખવાનું ભૂલશો નહીં.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.