Ganesh Chaturthi Recipes: ગણેશ ચતુર્થીના અવસરે, પૌવામાંથી બનાવો ટેસ્ટી લાડૂ, જાણો તેની સરળ રેસિપી
Poha Ladoo Recipe: પૌવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાડુ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે પૌવાનો લાડુ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. તે ત્યાંના ઘરોમાં ખાસ કરીને તહેવારોના અવસરે બનાવવામાં આવે છે.
Poha Ladoo Recipe: પૌવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાડુ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે પૌવાનો લાડુ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. તે ત્યાંના ઘરોમાં ખાસ કરીને તહેવારોના અવસરે બનાવવામાં આવે છે.
પૌવા એવી વસ્તુ છે કે જેનાથી આપણે નાસ્તાની વિવિધ વાનગીઓ અને નાસ્તા બનાવી શકીએ છીએ. પૌવાથી આપણે ઈન્દોરી પૌવા, કટલેટ વગેરે જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ. ગણેશ ચતુર્થી ((Ganesh Utsav 2022) નો તહેવાર મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના તહેવારને લઈને લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગસ્ટ 2022 (ગણેશ ઉત્સવ 2022 તારીખ)ના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, આ ખાસ અવસર પર, જો તમે કેટલાક ખાસ લાડુ સાથે બાપ્પાનું સ્વાગત કરવા માંગો છો, તો અમે તમને ખાસ પૌવાના લાડુની રેસિપી બતાવી રહ્યાં છીએ. તો જાણીએ કેવી રીતે બનાવીશું પૌવાના લાડૂ
પૌવામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ લાડુ બનાવી શકાય છે. આપને જણાવી દઈએ કે, પોહા લાડુ એક પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. તે ત્યાંના ઘરોમાં ખાસ કરીને તહેવારોના અવસરે બનાવવામાં આવે છે. જો તમે ખાસ પ્રસાદ ચડાવીને બાપ્પાને પ્રસન્ન કરવા માંગતા હોવ તો અમે આપને પૌવાના લાડુની સરળ રેસિપી વિશે જણાવી રહ્યા છીએ. આ સાથે, અમે તમને તેને કેવી રીતે બનાવવું તેની માહિતી આપી રહ્યા છીએ
પૌવાના લાડૂ બનાવવા માટેની સામગ્રી
- પૌવા – 2 કપ
- નારિયેળનું ખમણ – 1 કપ
- કાજૂ અને પિસ્તા- 1 કપ
- નારિયેળ – 1કપ (ખમણેલું)
- ઇલાયચી પાવડર –અડધી ચમચી
- ગોળ- અડધો કપ
- ઘી – અડધો કપ
- દૂધ –અડધો કપ
પૌવાના લાડૂ બનાવવા માટેની રીત
લાડૂ બનાવવા માટે સૌથી પહેલા પૌવાના શેકી લો,. ત્યાર બાદ છીણેલા નારિયેળ ખમણને પણ 2 મિનિટ શેકી લો. ત્યારબાદ એક મિક્સરમાં ગોળ, પૌવા અને ઇલાયચી પાવડર નાખીને પીસી લો.ત્યારબાદ દૂધ ગરમ કરો, હૂંફાળું દૂધ આ મિશ્રણમાં ઉમેરો, ત્યારબાદ ડ્રાઇફ્રૂટસ મિક્સ કરી દો. ગરમ ધી કરીને તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરીને લાડૂ બનાવી દો. આપના ટેસ્ટી પૌવા તૈયાર છે.