શોધખોળ કરો

Guruwar na Upay:ગુરુવારે કરો આ ઉપાય, આર્થિક સ્થિતિ થાય છે મજબૂત, મળે છે કાર્યસિદ્ધિનું વરદાન

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે. તો જાણીએ કેવી રીતે પૂજન અર્ચન કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને કાર્યસિદ્ધનું વરદાન મળે છે.

આજે વર્ષ 2022 માં ઓગસ્ટ મહિનાનો બીજો ગુરુવાર અને સાવન મહિનાનો છેલ્લો ગુરુવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભાગ્ય સાથ નથી આપી રહ્યું કે કોઈ સમસ્યા ચાલી રહી છે, તો ગુરુવારે કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

ગુરુવારને બૃહસ્પતિ પણ કહેવાય છે. ગુરુ મહત્વનો ગ્રહ છે. ગુરુને દેવતાઓના ગુરૂ પણ  કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની પૂજા કરવાની ઘણી રીતો છે. જે કરવાથી તમારી કુંડળીનો ગુરુ (બૃહસ્પતિ) બળવાન બનશે અને તમારા બધા કાર્ય સિદ્ધ થશે.

ગુરુવારના ઉપાય

  • બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો.
  • સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો.
  • ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.
  • સ્નાન કરતી વખતે "ઓમ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો.
  • ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડની પૂજા કરીને જળ ચઢાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
  • સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો.
  • સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો.
  • ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની સાથે તુલસીના નાના પાન અર્પણ કરો.
  • કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.
  • માન્યતા અનુસાર, ભગવાન બૃહસ્પતિને પીળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો.
  • આ દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર ચણાની દાળ અને થોડો ગોળ મૂકો.
  • ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારનો દિવસ ઘરની સંપત્તિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
  • ગુરુવારે ન તો કોઈની પાસેથી ઉધાર ન લેવું. જો તમે આ કરો છો, તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Today's Horoscope: શનિ દેવની આ રાશિ પર રહેશે વિશેષ કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શનિ દેવની આ રાશિ પર રહેશે વિશેષ કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget