શોધખોળ કરો

Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય

Holashtak 2022: ફાલ્ગુન મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા તિથિ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ 8 દિવસને હોલાષ્ટક કહેવામાં આવે છે.

Holashtak 2022: ફાલ્ગુન મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા તિથિ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ 8 દિવસને હોલાષ્ટક કહેવામાં આવે છે.

Holashtak 2022: ફાલ્ગુન મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પૂર્ણિમા તિથિ સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ 8 દિવસને હોલાષ્ટક કહેવામાં આવે છે. હોળીના આ 8 દિવસ શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતા નથી. આ 8 દિવસ અશુભ છે કારણ કે આ આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી અને હોલાષ્ટક દરમિયાન 8 ગ્રહો  પણ ક્રોધિત થાય છે. આ કારણે હોળાષ્ટક દરમિયાન કોઈ નવું કામ શરૂ કરવાનું, નોકરીમાં ફેરફાર, મકાન અને વાહન વગેરે ખરીદવાનું ટાળે છે. આવી સ્થિતિમાં, જો તમારે કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો હવે  17 માર્ચ બાદ કરી શકાશે

હોળાષ્કના પ્રારંભનો સમય

હિંદુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 10મી માર્ચે સવારે 02:56 વાગ્યે શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં 10 માર્ચની સવારથી હોલાષ્ટક શરૂ થઇ ગઇ. ત્યારબાદ ફાલ્ગુન પૂર્ણિમા સુધી રહેશે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા 17 માર્ચે છે. જેથી આપ 10 માર્ચથી 17 માર્ચ સુધી કોઈ પણ શુભ કાર્ય કરી શકશો નહીં.

જો કે હોળાષ્ટના 8 દિવસ હવે કોઇ શુભ મૂહૂર્ત ન હોવાથી કોઇ શુભકાર્ય કરવા વર્જિતછે. જો કે આ સમયમાં ધાર્મિક કાર્ય પૂજા પાઠ યજ્ઞ કરી શકશો, લગ્ન, મૂંડન, વાસ્તુ પૂજા,ગૃહ પ્રવેશ, ઉપનયન સંસ્કાર વગેરે વર્જિત છે.

ધનની કમી દૂર કરવા કરો  આ ઉપાય

હોળીનો તહેવાર આખા દેશમાં ખૂબ જ આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવામાં આવે છે. 17 માર્ચે હોલિકા દહન બાદ 18 માર્ચે ધૂળેટી છે. આ અવસરે હોલિકા દહન સમયે કયો ઉપાય કરવાથી ધન ધાન્યની સમૃદ્ધિના આશિષ મેળવી શકાય જાણીએ...

હોળીના તહેવાર બે દિવસે ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન જ્યારે બીજા દિવસે રંગોની હોળી રંગોત્સવી એટલે કે ધૂળેટીની ઉજવણી થાય છે.

હિન્દુ પંચાગ મુજબ હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમામાં ઉજવવામાં આવે છે. હોલિકા દહનમાં કાષ્ટનું પૂજન અર્ચન કરીને તેનું દહન કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય મુજબ હોળીમાં એવી વસ્તુઓ હોમવામાં આવે છે. જેનાથી ઘરમાં રહેલા સંકટો દૂર થાય અને ખુશીનું આગમન થાય.

જ્યોતિષાચાર્યના જણાવ્યાં અનુસાર હોળીનું પાવન પર્વ વિષ્ણુજીને સમર્પિત છે. આજના દિવસે જો વિષ્ણુજીનું ધ્યાન કરવામાં આવે તો જીવનના દરેક સંકટથી મુક્તિ મળે છે. હોળીના પર્વે નરસિંહ ભગવાનનું ધ્યાન કરવાથી પૂજન કરવાથી પ્રગતિ માટેના માર્ગ મોકળો બને છે.

હોલિકા દહન સાથે નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હોલિકા દહન બાદ હોળીની ભસ્મને ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ભસ્મનું તિલક પણ લગાવી શકાય છે. આવું કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને પ્રગતિ માટે માર્ગ પ્રશસ્ત થાય છે.

લગ્નમાં આવતું વિઘ્ન દૂર થશે
જો કોઇ કન્યાના લગ્નમાં વિઘ્ન આવતા હોય તો હોળીમાં ચપટી સિંદૂર હોમવાથી લગ્નમાં આવતા વિઘ્ન દૂર થાય છે. દામ્પત્ય જીવનમાં જો કોઇ મુશ્કેલી હોય તો પણ આ પ્રયોગ કરવાથી સમસ્યા દૂર થાય છે.

ધનની કમી થશે દૂર
ઘનની કમી દૂર કરવા માટે હોલિકા દહનની રાત્રે હોળીની સાત વખત પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે લક્ષ્મીમંત્રનો જાપ કરો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરો. આ પ્રયોગથી લક્ષ્મીના આશિષ મળે છે અને ઘરમાં વૈભવ વધે છે.

ટોપ સ્ટોરી

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
નવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગ, 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Embed widget