શોધખોળ કરો
Advertisement
રાશિફળ 23 ફેબ્રુઆરીઃ આજે છે જયા એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ અગિયારસની તિથિ છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશીને જયા એકાદશી કહે છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ અગિયારસની તિથિ છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશીને જયા એકાદશી કહે છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે.
રાશિફળ (Horoscope)
મેષ (અ.લ.ઇ.) આજે હનુમાનજીની આરાધના કરીને દિવસની શરૂઆત કરવાથી તમામ સંકટ દૂર રહેશે. સામાજિક કાર્યોમાં સફળતાની સંભાવના છે. પરિવારમાં વડીલોને માન સન્માન આપજો.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે આત્મવિશ્વાસથી ભરપૂર રહીને મહત્વપૂર્ણ કામોમની જવાબદારી ખુદ ઉઠાવો. સફળતાની પ્રબળ સંભાવના છે. પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે મન ગમતું પરિણામ મળતું જોવા મળી રહ્યું છે. દિનચર્યા ઠીકથી લાગુ કરો, મન પરેશાન હોય તો ધ્યાન કે સત્સંગ કરજો.ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા તમામનું ધ્યાન રાખજો.
કર્ક (ડ.હ.) આજે પ્રગતિ માટે સારો અવસર મળવાની સંભાવના છે. સંબંધોને મજબૂત રાખવા માટે પરસ્પર વિશ્વાસને ડગવા ન દેતા.
સિંહ (મ.ટ.) આજના દિવસે ગુરુને પ્રણા કરો અને ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખવાનો પ્રયાસ કરો. ટીમ વર્ક પર ધ્યાન આપજો. કોઈ પરિચિતના ઘરેથી નિમંત્રણ મળશે, પૂરા પરિવાર સાથે જશો.
કન્યા (પ.ઠ.ણ) આજના દિવસે લક્ષ્ય પર ફોક્સ કરીને આગળ વધજો. ઓફિશિયલ વર્ક લોડ વધી શકે છે તેથી બેદરકાર ન રહેતા. ઘરમાં સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.
તુલા (ર.ત.) આજના દિવસે હિસાબ કિતાબમાં સતર્કતા રાખજો. કોઈ મોટી ભૂલ થઈ હોય તો ક્ષમા માંગવામાં સમજદારી રહેશે. ઘરમાં બદલાવ થવાની સંભાવના છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસની કોઈના પર આંધળો વિશ્વાસ મુકવાથી બચજો. પરિવારમાંથી શુભ સમાચાર મળી શકે છે. નજીકના સંબંધીના ઘરે જવાનો અવસર મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે જૂની યાદો તાજા થઈ શકે છે. પરિવારજનો સાથેના મતભેદને મનભેદમાં ન બદલવા દેતા. જો વિવાદ હોય તો પરસ્પર ઉકેલી લો.
મકર (ખ.જ.) આજના દિવસે ઓફિસમાં ઉચ્ચ અધિકારી તમારી કામકાજ શૈલી પર નજર રાખી રહ્યા છે. તેથી પૂરી સજાગતા સાથે કામ કરજો. સામાજિક કાર્યોમાં ભાગ લેજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના માનસિક સ્તર પર ખુદને મજબૂત રાખજો. મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. પડોશી સાથે વિવાદ થઈ શકે છે પરંતુ સંયમિત થઈને પોતાની વાતનું સમાધાન કરી શકો છો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે તમારા પાસે કોઈ મદદની આશા લઈને આવે તો તેને નિરાશ ન કરતાં. ઓફિશિયલ કાર્યોમાં દિવસ સામાન્ય રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement