Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારો
Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારો
રવિવારે સ્ટાફ નર્સિંગની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતીં. તમને જણાવી દઈએ કે, સ્ટાફ નર્સિંગની 1900 જેટલી જગ્યા માટે અંદાજે 70,000 થી વધારે ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે પરીક્ષા આપી હતી. પરંતુ કૌભાંડીઓ આ ઉમેદવારોની નસીબ વચ્ચે ખાઈ બની રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, નર્સિગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની ગંધ આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો દાવો કર્યો છે..



















