IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
આ ઉપરાંત ફાઇનલ મેચ ક્યાં રમાશે તેને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.

Indian Premier League 2025: ઇન્ડિયન પ્રિમિયર લીગના ફેન્સ ટુનામેન્ટ ક્યારથી શરૂ થશે તે જાણવા માટે ઉત્સુક છે. IPL 2025 21 માર્ચથી શરૂ થશે તે પહેલાથી જ નક્કી થઈ ગયું છે, પરંતુ સત્તાવાર શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે ટુર્નામેન્ટનું સત્તાવાર શિડ્યૂલ ક્યારે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, ફાઇનલ મેચ ક્યાં રમાશે તેને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.
સ્પોર્ટ્સ તકના એક રિપોર્ટ અનુસાર, BCCI દ્વારા લગભગ એક અઠવાડિયામાં IPLનું સમગ્ર શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે BCCI ટુર્નામેન્ટની 18મી સીઝનનું શિડ્યૂલ ક્યારે જાહેર કરશે.
ફાઇનલ ઇડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટની ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ શકે છે. ટુર્નામેન્ટના પહેલા બે પ્લેઓફ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ બીજી પ્લેઓફ અને ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાશે.
દિલ્હી અને રાજસ્થાનની ટીમો તટસ્થ સ્થળોએ બે હોમ મેચ રમશે
આ ઉપરાંત, રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો તેમની બે હોમ મેચ તટસ્થ સ્થળોએ રમશે. રાજસ્થાનની ટીમ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં તેની પાંચ હોમ મેચ રમશે. બાકીની બે મેચનું સ્થળ હજુ નક્કી થયું નથી.
જ્યારે દિલ્હી તેની બે ઘરેલું મેચ વિઝાગના ACA-VDCA સ્ટેડિયમમાં રમી શકે છે. દિલ્હીએ ગયા સીઝનમાં આ મેદાન પર તેની કેટલીક ઘરેલું મેચ પણ રમી હતી.
IPL 2025 મેગા ઓક્શનમાં 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો
ટુર્નામેન્ટની 18મી સીઝન માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન યોજાયું હતું. આ હરાજીમાં કુલ 182 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાં કુલ 639.15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ મેગા હરાજી 2 દિવસ સુધી ચાલી હતી, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો.
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
