શોધખોળ કરો

18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર

આઇફોનની સાથે જ 2007માં હોમ બટનની શરૂઆત થઇ હતી. લગભગ 5 વર્ષ પછી iPhone 5s સાથે ટચ આઈડી ફિંગરપ્રિન્ટ ઓન્થેટિકેશન મળ્યું હતું

અમેરિકન ટેક કંપની એપલ આ અઠવાડિયે iPhone SE 4 લોન્ચ કરવા જઈ રહી છે. આ ડિવાઇસ ફુલ-સ્ક્રીન ડિઝાઇન સાથે આવશે અને તેમાં ટચ આઈડીને બદલે ફેસ આઈડી હશે. આનો અર્થ એ થયો કે એપલ હવે હોમ બટનવાળા કોઈપણ નવો આઇફોન વેચશે નહીં. પ્રથમ આઇફોનના લોન્ચ પછી આવું પહેલી વાર થવાનું છે. આ રીતે 18 વર્ષ પછી iPhone માંથી ટચ આઈડી ફીચર બંધ થવા જઈ રહ્યું છે.

હોમ બટન સૌપ્રથમ 2007માં રજૂ કરવામાં આવ્યું હતું

આઇફોનની સાથે જ 2007માં હોમ બટનની શરૂઆત થઇ હતી. લગભગ 5 વર્ષ પછી iPhone 5s સાથે ટચ આઈડી ફિંગરપ્રિન્ટ ઓન્થેટિકેશન મળ્યું હતું. આ પછી 2017 માં iPhone X ફેસ આઈડી ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો અને ત્યારથી એપલે આ ફીચરને તબક્કાવાર બંધ કરવાનું શરૂ કર્યું હતું.

iPhone SE 4 નવી ડિઝાઇન સાથે લોન્ચ થશે

iPhone SE iPhone 8ના જૂના લૂક સાથે આવે છે. તેમાં હોમ બટન, લાઈટનિંગ પોર્ટ છે. નવો લોન્ચ થયેલો iPhone SE 4 એક નવા લૂક સાથે આવશે. આમાં ફેસ આઈડી સાથે iPhone 14 અને iPhone 16 ના ફીચર્સ ઉપલબ્ધ થશે. એવું માનવામાં આવે છે કે તે 6.1-ઇંચ OLED ડિસ્પ્લે, USB-C પોર્ટ અને પાછળના ભાગમાં 48MP સિંગલ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં એપલનું ઇન-હાઉસ 5G મોડેમ, A18 ચિપ અને 8GB રેમ હોવાની અપેક્ષા છે. તે એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ સાથે આવશે.

આ સંભવિત કિંમત હોઈ શકે છે

એવી અટકળો છે કે આ વખતે ભારતમાં ગ્રાહકોને iPhone SE 4 માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. iPhone SE 3 ભારતમાં 2022માં લગભગ 43,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વખતે iPhone SE 4 ની કિંમત 49,900 રૂપિયા સુધી વધી શકે છે. જોકે, કંપની દ્વારા તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.                                                                         

આ સપ્તાહ Appleના iPhone SE 4 સહિત આ શાનદાર પ્રોડક્ટસ પણ થશે લોન્ચ, જાણો ડિટેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર

GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 

IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?

IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 

IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી

Embed widget