નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
કોંગ્રેસના 30થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા

નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ પડ્યું હતું. કોંગ્રેસના 30થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. લિંબારપાડામાં વલસાડના સાંસદની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા. વલસાડના સાંસદે તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
તે સિવાય નવસારીના બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ કે કૉંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર ભાજપના નવ આગેવાનોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે છ પૂર્વ નગરસેવકો અને સંગઠનના બે આગેવાનને કારણદર્શક નોટિસ ફટકારી હતી. ભાજપથી છેડો ફાડી કૉંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી કરનાર પૂર્વ પાલિકા પ્રમુખ સંધ્યા પટેલ, પૂર્વ નગર સેવક નરેશ પટેલ, રમીલા ભાદરકા, કિરણ વાઘેલા, મુકેશ પટેલ અને મનીષા પટેલને ભાજપે નોટિસ ફટકારી છે. તો બીજી તરફ નવસારી જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના મંત્રી રાહુલ મારુ અને વોર્ડ નંબર ચારના શક્તિ કેન્દ્ર પ્રમુખ આશિષ ટંડેલને પણ નોટિસ ફટકારાવામા આવી હતી. તમામના જવાબ મળ્યા બાદ જિલ્લા ભાજપ આગળની કાર્યવાહી કરશે. અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી રાહુલ મારૂ, વોર્ડ નં 4 શક્તિ કેન્દ્રના પ્રમુખ આશિષ ટંડેલને નોટિસ આપવામાં આવી હતી. બાગી નેતાઓના જવાબ બાદ જિલ્લા ભાજપ આગળની કાર્યવાહી કરશે.
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો દાવો કરવામા આવ્યો હતો. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મનપામાં જીતનો દાવો કર્યો હતો. તેમણે જૂનાગઢ ભાજપના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે તમામ પાલિકા અને મહાપાલિકામાં ભાજપ સત્તામાં આવશે. વિકાસ અને નરેન્દ્ર મોદી એકબીજાના પર્યાય બન્યા હતા. લોકોને બીજા વિકલ્પ તરફ જોવાની જરૂરિયાત રહી નથી.
કચ્છમાં ભાજપે બે આગેવાનોને સસ્પેન્ડ કર્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ સહકાર સેલના સંયોજકને સસ્પેન્ડ કરાયા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. રાપર નપાની ચૂંટણીમાં અન્ય પક્ષમાંથી દાવેદારી કરતા કાર્યવાહી કરાઇ હતી.
નવસારી મહાનગરપાલિકાએ મિલકત વેરો ન ભરનારા પર બોલાવી તવાઈ, બાકીદારોમાં ફફડાટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
