આજનું રાશિફળઃ આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
મિથુન રાશિના જાતકો આજના દિવસે માનસિક ઉર્જાને જાળવી રાખવા કેટલાક જોખમ ઉઠાવી શકો છો. કર્મક્ષેત્રમાં સહકર્મીઓ ઉચ્ચ અધિકારીઓ સામે તેમને નીચું દેખાડવાનો પ્રયાસ કરશે. પારિવારિક સખ, શાંતિમાં કમી રહેશે પરંતુ ગભરાતા નહીં.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ વદ ચૌદશની તિથિ છે. આજે આજનો દિવસ તમામ રાશિ માટે વિશેષ છે. પરંતુ કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજનો દિવસ કર્મપ્રત્યે સમર્પિત છે. આળસ ભારે પડી શકે છે. કામકાજનું ભારણ વધતું જોવા મળી રહ્યું છે. પારિવારિક જવાબદારી મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે વિરોધીઓના ષડયંત્રથી બચીને રહેજો અને મનોબળ વધારીને રાખજો. સકારાત્મક સોચ મદદરૂપ થશે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે માનસિક ઉર્જાને જાળવી રાખવા કેટલાક જોખમ ઉઠાવી શકો છો. કર્મક્ષેત્રમાં સહકર્મીઓ ઉચ્ચ અધિકારીઓ સામે તેમને નીચું દેખાડવાનો પ્રયાસ કરશે. પારિવારિક સખ, શાંતિમાં કમી રહેશે પરંતુ ગભરાતા નહીં.
કર્ક (ડ.હ.) આજના દિવસે સકારાત્મક રહેજો. જલદી શુભ સમાચાર મળી શકે છે. શારીરિક માનસિક સ્થિતિ સારી રહેશે. પરિવારની સુરક્ષા પર ધ્યાન આપજો.
સિંહ (મ.ટ.) આજનો દિવસ પડકારજનક હોઈ શકે છે. આસાનીથી પૂરા થઈ રહેલા કામમાં વિધ્ન આવી શકે છે. ગ્રોહની નકારાત્મક સ્થિતિને જોતાં ઓફિશિયલ કામકાજ પ્રભાવિત થશે. ઘરેલુ કાર્યોમાં જીવનસાથીને મદદ કરજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે સમર્પણ ભાવ અને બીજા સાથે તાલમેલ જાળવી રાખવાથી કામ સરળ બનનશે. ઘરની સાજ-સજાવટ અને અપડેટ કરવાનો સમય છે.
તુલા (ર.ત.) આજે સમર્પણ સાથે કરવામાં આવેલો પરિશ્રમ જ સફળતાનો આધાર બનશે. ગ્રહોનો સકારાત્મક પ્રભાવ સફળતા તરફ લઈ જશે. કઈંક નવું શીખવા મળી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજે કારણવગર ક્રોધ ન કરતાં, ગ્રહોની સ્થિતિ બીજા સાથે તાલમેલ જાળવી રાખવા પ્રેરિત કરે છે. પારિવારિક સાથ જ તમારી તાકાત બનશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે સકારાત્મક રહીને કાર્યો પર ફોક્સ કરજો. સ્વાસ્થ્યને લઈ બેદરકારી ભારે પડી શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે માનસિક મજબૂતીથી મુશ્કેલ કામ પણ સરળતાથી થઈ શકશે. જવાબદારીઓનો ભાર ઘટશે. યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આદેના દિવસે ખુદ પર ભરોસો રાખીને આગળ વધજો. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળી શકે છે. પિતા કે પિતાતુલ્ય વ્યક્તિની સેવા કરો.
મીન (દ.ચ.ઝ.થ) વરિષ્ઠ લોકોને ઉચ્ચાધિકારીઓ તથા બોસ સાથે સમય વિતાવવાનો મોકો મળે તો ઉપયોગ કરો. ટાર્ગેટ આધારિત કામ કરતાં લોકો માટે સારા પ્રદર્શનનો સમય છે.