શોધખોળ કરો
રાશિફળ 8 માર્ચ: આજે મિથુન, તુલા અને કુંભ રાશિન જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Today Horoscope: આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય કુંભ રાશિમાં વિરાજમાન છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ દસમની તિથિ છે. આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય કુંભ રાશિમાં વિરાજમાન છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે કાર્યસ્થળ પર બોસ અને ઉચ્ચ અધિકારી તમારા પર વધારે ભરોસો મૂકશે. દિનચર્યામાં કઇ બેદરકારી ન દાખવતાં.
વૃષભ (બ.વ.ઉ.) : આજે અધૂરા કાર્યો પૂરા કરવામાં થોડી મુશ્કેલી પડશે. પરંતુ ધીરજ રાખવાથી સફળતા મળશે. સંબંધીઓને મળવાની યોજના બની શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયથી કેટલાક લોકોને અસંતોષ થઈ શકે છે. જૂના ભૂલો સુધારવાથી સફળતા મળશે. ઘરમાં વાતાવરણથી મન અપ્રસન્ન રહી શકે છે.
કર્ક (ડ.હ.) આજે માનસિક રીતે બેચેની રહેશે. સમસ્યાનો હલ ન મળે તો ગુરુનું માર્ગદર્શન લો. આજીવિકાના નવા સ્ત્રોત મળે છે. પ્લોટ કે મકાન લેવાનું પ્લાનિંગ કરતાં હો તો ડીલ ફાઇનલ કરવા યોગ્ય સમય છે.
સિંહ (મ.ટ.) આજે તમારા તમામ કામ સરળતાથી થતાં જોવા મળી રહ્યા છે. તમારું ભૌતિક સ્તર ઉંચુ ઉઠાવવાની કોશિશ કરજો. આજીવિરા માટે નવા ક્ષેત્રોની શોધમાં લાગવું સારું રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરતી વખતે મનને શાંત રાખજો. ભૂલ ભારે પડી શકે છે. ઘરમાં સાફ સફાઇનું વિશેષ ધ્યાન રાખજો.
તુલા (ર.ત.) આજના દિવસે તમારા જરૂરી કામ પૂરા થશે. સંવાદ અને સહયોહના મંત્ર સાથે પરિવારમાં સંબંધ મજબૂત બનશે. પરિવારમાં કોઇ મુદ્દે પિતાનો અભિપ્રાય લેજો.
વૃશ્ચિક (ન.ય.) આજે ખુદને ભ્રમની સ્થિતિમાં ન રાખતાં. નહીંતર વાદ વિવાદ થવાની આશંકા છે. ઘરમાં કોઇ વાત પર વિવાદ હોય તો તેને વધારવાનો પ્રયાસન ન કરો. નહીંતર તમારા નજીકના લોકો પણ દૂર જઈ શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે નાની નાની વાતોને હવા ન આપતા. દરેક વિવાદનું સમાધાન થાય તેવો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર તમને તમામનો સહયોગ મળશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે કામનો બોજ અન્ય દિવસો કરતા વધારે હશે. તેથી માનસિક અને શારિરીક રીતે સક્રિય રહેવાની જરૂર છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે તમારી બુદ્ધિનો પ્રયોગ કોઇના અહિતમાં ન કરતાં નહીંતર અપમાનજનક સ્થિતિમાં મુકાઈ શકો છો. બજેટના હિસાબે જ સામાન ખરીદજો નહીંતર ભવિષ્યમાં આર્થિક સંકટમાં મુકાઇ શકો છો.
મીન (દ.ચ.ઝ.થ) તમારી વાણી પર સંયમ રાખજો. નહીંતર કાર્યસ્થળ પર વિવાદ થવાની શક્યતા છે. ઓફિસમાં બોસ નવી જવાદારી સોંપી શકે છે. ભાઈ-બહેનોની મદદ માટે માનસિક રીતે તૈયાર રહેજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement