શોધખોળ કરો

Kark Rashifal 2025: કર્ક રાશિના જાતકને શનિની પનોતીથી મળશે મુક્તિ, જાણો કેવું રહેશે નવું વર્ષ

Kark Rashifal 2025: કર્ક રાશિના લોકો માટે વાર્ષિક રાશિફળ 2025 એક સારા સમાચાર લઈને આવી રહ્યું છે. જાણો કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ

Kark Rashifal 2025:  2025 મુજબ કર્ક રાશિના લોકો માટે નવું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. કર્ક રાશિના જાતકોને શનિદેવ મોક્ષ પ્રદાન કરવા જઈ રહ્યા છે. એટલે કે વર્ષ 2025માં કર્ક રાશિ પર શનિનો પ્રભાવ ખતમ થઈ જશે. એટલે કે, એવું કહી શકાય કે શનિની પનોતી પૂરી થતાં જ તમારા જીવનની ટ્રેન પાટા પર આવી જશે. વર્ષ 2025 તમારા માટે કેવું રહેશે, જાણો કર્ક રાશિના લોકો માટે વર્ષ 2025 કેવું જશે.

કર્ક રાશિના જાતક માટે કેવું જશે 2025

વાર્ષિક રાશિફળ 2025 કર્ક રાશિના લોકો માટે કેટલાક કિસ્સાઓમાં શુભ પરિણામ લાવી રહ્યું છે. વર્ષની શરુઆતમાં ગ્રહોની ચાલ તમારી આવકમાં વૃદ્ધિની સંભાવનાઓ ઊભી કરી રહી છે. જાન્યુઆરી 2024 માં, ગુરુની કૃપાના કારણે, પૈસાની દ્રષ્ટિએ સારા સંકેતો છે. મે 2025 સુધી તમને દેવ ગુરુના આશીર્વાદ મળતા જણાય છે. નોકરીયાત લોકો માટે આ સમય સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમની મહેનતનું ફળ મેળવી શકે છે. મોટા ઉદ્યોગપતિઓ માટે પણ આ સમય વ્યાપારિક દૃષ્ટિકોણથી સારો રહેવાનો છે. ખાનગી નોકરી કરનારાઓને પ્રમોશનનો લાભ મળી શકે છે. જે લોકો વિદેશમાં રહે છે અથવા અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ તેમની કારકિર્દીમાં સારી વૃદ્ધિ જોઈ રહ્યા છે. જેના  લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા જમને સારો વર નથી મળી રહ્યો તેમના જીવનમાં સારા સમાચાર આવી શકે છે. નવા વર્ષમાં તમે સાત ફેરા લઈ શકો તેવી પ્રબળ શક્યતાઓ છે.

શનિ પનોતી

કર્ક રાશિવાળા લોકો માટે નવા વર્ષના સૌથી સારા સમાચાર એ છે કે, તેઓ 2025માં શનિના પ્રભાવથી મુક્તિ મેળવશે. 29 માર્ચ, 2025 થી શનિ તમારી રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શનિના પ્રભાવને કારણે તમે જીવનમાં જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે વર્ષ 2025માં દૂર થઈ જશે. વેપાર અને નોકરીમાં સમૃદ્ધિ આવશે અને પરિવારમાં માન-સન્માન પણ વધશે. ફેબ્રુઆરી 2025 અને માર્ચ 2025 પૈસાની દ્રષ્ટિએ શુભ રહેવાના છે. આ સમય દરમિયાન તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને જો તમે કોઈને કોઈ વચન આપો છો તો તેને ચોક્કસ પૂરા કરો.

કર્ક રાશિનું  2025નું રાશિફળ

કર્ક રાશિના લોકો માટે નવું વર્ષ 2025 નાણાકીય બાબતો માટે ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં તમે રોકાણ તરફ ગંભીરતાથી આકર્ષિત થશો. આ સમયગાળા દરમિયાન, તમને જૂની પોલિસીનો લાભ મળશે. તમારે રોકાણના સંદર્ભમાં જોખમ લેવાનું ટાળવું પડશે. જ્ઞાન વગર પૈસાનું રોકાણ કરવાથી પણ નુકસાન થઈ શકે છે. તમે ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો. પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલો વિવાદ પણ એપ્રિલ 2025 ની આસપાસ ઉકેલાય તેમ લાગે છે.

કર્ક રાશિવાળા લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ

વર્ષ 2025 કર્ક રાશિના લોકો માટે સ્વાસ્થ્યની બાબતમાં મિશ્રિત રહેવાનું છે. મહિલાઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. વર્ષની શરૂઆતમાં નાક અને ગળાને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. મે 2025 માં પેટ સંબંધિત રોગો તમને પરેશાન કરી શકે છે. સપ્ટેમ્બર 2025 અને નવેમ્બર 2025માં જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો તમારે ડૉક્ટર પાસે જવું પડી શકે છે.

કર્ક રાશિવાળા લોકોને જુલાઈ 2025માં પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. ઓક્ટોબર 2025 નો મહિનો તમારા માટે કેટલીક બાબતોમાં ખુશીઓ લઈને આવી શકે છે. પરિવાર માટે થોડ ખર્ચ કરશો. તમને મોટા ભાઈ-બહેનોનો સહયોગ પણ મળશે. તમે ડિસેમ્બર 2025માં નવો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. વિદેશથી પણ લાભ દેખાઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Embed widget