Vastu Tips: નવા ઘરમાં પ્રવેશ બાદ બરકતમાં આવી રહી છે કમી તો આ એક પ્રયોગ અજમાવી જુઓ
વાસ્તુ દોષથી બચવા માટે નવા ઘરમાં પ્રવેશ્યા પછી કરો આ કામ, ધનની ક્યારેય નહિ કમી, જાણી વાસ્તુ દોષ નિવારક ટિપ્સ
Important Vastu Tips For New Home: વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કરવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
વાસ્તુશાસ્ત્ર ઊર્જા પર આધારિત છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવન સુખી બને છે. વાસ્તુમાં નવા ઘર સાથે સંબંધિત વિશેષ નિયમો પણ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષ બની જાય છે. જેના કારણે કામમાં વારંવાર અવરોધો આવે છે. જાણો નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
નવા ઘરમાં પ્રવેશતી વખતે આ બાબતનું રાખો ઘ્યાન
નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે આખા ઘરમાં પીળા પડદા લગાવો. હળદરનું દ્રાવણ આખા ઘરમાં છાંટો. આનાથી શુભ ગ્રહ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદથી પરિવારમાં ઉન્નતિ થવા લાગે છે.
નવા ઘરમાં વાસ્તુ દોષ ન રહે તે માટે સફેદ ચોખા અથવા કપૂરનું દાન કરો. ઘરની દિવાલોને વાદળી, લીલો અને સફેદ જેવા શુભ રંગોથી રંગાવો. તેનાથી પરિવારના સભ્યોનું મનોબળ વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
ઘર એવું હોવું જોઈએ કે, તેમાં સવારનો સૂર્યપ્રકાશ પ્રવેશે. જો ઘરમાં અંધારું હોય તો તે વાસ્તુ દોષનું કારણ પણ બને છે. તે દુર્ભાગ્ય અને માંદગી અને દુ: ખનું કારણ બને છે. આનાથી છુટકારો મેળવવા માટે રાત્રે ઘરની ચારે બાજુ લાલ મસૂર ફેલાવી દો અને સવારે તેને બહાર ફેંકી દો.
જો તમને નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા નવા મકાનમાં આવ્યા પછી બરકતમાં કમી આવી રહી છે તો કાચી ધાણીનું સરસવનું તેલ દાન કરો. શનિવારે સાંજે પીપળના ઝાડ પાસે તેલનો દીવો પ્રગટાવવો પણ લાભદાયક છે.
જો નવા ઘરની સુખ-શાંતિમાં ભંગ થતો હોય તો ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક યંત્ર સ્થાપિત કરવું જોઈએ. મુખ્ય દ્વારની બહાર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
નવા ઘરમાં વાસ્તુ દોષ નિવારક સ્થાપિત કરવું જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધા અને ક્રિસ્ટલ ટોર્ટોઈઝ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. દરરોજ નમકથી ઘરને મોપવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો