(Source: ECI/ABP News/ABP Majha)
Janmashtami 2022 Shubh Yog: જન્માષ્ટમીમાં આ 4 ગ્રહ બનાવી રહ્યાં છે દુર્લભ યોગ, જાણો પૂજાનું મહત્વ
આ વર્ષ જન્માષ્ટમીમાં એક દુર્લભ યોગ બની રહ્યો છે. એવામાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી મંગળકારી પુરવાર થાય છે. દરેક કામમાં સફળતા મળશે.
Janmashtami 2022 Shubh Yog: આ વર્ષ જન્માષ્ટમીમાં એક દુર્લભ યોગ બની રહ્યો છે. એવામાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી મંગળકારી પુરવાર થાય છે. દરેક કામમાં સફળતા મળશે.
પંચાંગ અનુસાર દર વર્ષે ભાદ્ર પક્ષની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે અષ્ટમી તિથિ બે દિવસની હોવાથી લોકોમાં શંકા છે કે જન્માષ્ટમી 18 ઓગસ્ટે ઉજવવી કે 19 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો. તેથી જન્માષ્ટમી 18 ઓગસ્ટે ઉજવવી જોઈએ. જો આપ 18 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવવા જઈ રહ્યા છો તો આ દિવસે 2 દુર્લભ યોગ બની રહ્યા છે. આવા દુર્લભ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી કોઈપણ અવરોધ વિના તમામ કાર્ય પૂર્ણ થાય છે.
આ દિવસોમાં બની રહ્યો છે શુભ યોગ
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રાત્રે 12 વાગે થયો હતો. જન્મ સમયે રોહિણી નક્ષત્ર હતું. પંચાંગ અનુસાર, આ વખતે અષ્ટમી તિથિ 18 ઓગસ્ટ, ગુરુવારની રાત્રે 09:21 થી શરૂ થશે અને 19 ઓગસ્ટ, શુક્રવારે લગભગ 11.00 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો 18 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો ઉપવાસ અને પૂજા કરશે. પંચાંગ અનુસાર 18 ઓગસ્ટે બે ખૂબ જ શુભ યોગ, વૃદ્ધિ યોગ અને ધ્રુવ યોગ પણ બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ વધી ગયું છે.
પંચાંગ અનુસાર 17મી ઓગસ્ટની રાત્રે 8.57 વાગ્યાથી વૃદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે અને આ વૃદ્ધિ યોગ 18મી ઓગસ્ટની રાત્રે 8.42 વાગ્યા સુધી છે. બીજી તરફ, બીજો શુભ યોગ - ધ્રુવ યોગ 18 ઓગસ્ટના રોજ રાત્રે 8:41 વાગ્યાથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ રાત્રે 8:59 વાગ્યા સુધી રહેશે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર આ બંને શુભ યોગ રાધા-કૃષ્ણની પૂજા માટે ખૂબ જ શુભ છે. આ યોગમાં કરવામાં આવતી પૂજાથી અક્ષય પુણ્યનો લાભ મળવાનો છે.