Sunday Upay: બંધ કિસ્મતના ખૂલી જશે તાળા, અપનાવો, અપનાવી જુઓ આ જ્યોતિષી ઉપાય
Sunday Upay: રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય તમામ ગ્રહોના રાજા છે અને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
Sunday Upay: રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય તમામ ગ્રહોના રાજા છે અને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
વાર એટલે કે દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરેક દિવસ એક અથવા બીજા દેવતાઓને સમર્પિત છે. આ ક્રમમાં, રવિવાર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. તે તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા નિયમ પ્રમાણે કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ રવિવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, રવિવારે કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. વાસ્તુ અનુસાર કુંડળીમાં સૂર્ય ભગવાનની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિને સુખ, ધન અને કીર્તિ મળે છે. નબળી સ્થિતિ મુશ્કેલીને નોતરે છે, આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયોની મદદથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ એવા કયા ઉપાય છે જે આપના નસીબના તાળા ખોલી દેશે.
સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો
રવિવારે સવારે ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો - 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ', તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે.
દેશી ઘીનો દીવો પ્રગટાવો
આ સિવાય રવિવારે તમારા ઘરના બહારના દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં વાસ કરે છે. આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ સારો દિવસ માનવામાં આવે છે.
તુલસીના છોડને જળ ચઢાવો
રવિવારે સવારે સ્નાન કર્યા બાદ તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. જેના કારણે મા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને ઈચ્છિત ફળ આપે છે.
આ વસ્તુઓનું દાન કરો
રવિવારનો દિવસ દાન માટે પણ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ગોળ, દૂધ, ચોખા અને કપડાનું દાન કરવાથી પણ સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે.
ચંદનનું તિલક અવશ્ય લગાવો
રવિવારે ચંદનનું તિલક કરવું જોઈએ. આમ કરવું શુભ માનવામાં આવે છે અને મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ સાથે શરીરે લાલ વસ્ત્ર અવશ્ય ધારણ કરવા જોઈએ.
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.