Navratri Recipe : વ્રતમાં પણ ખાઇ શકો છો આ દહીં આલૂ, ચેટાકેદાર સબ્જીની જાણી લો રેસિપી
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઇ. આ પ્રસંગે ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શુભ અવસર પર ઉપવાસ કરી રહ્યાં છો આ આલુ દહીંની આ રેસિપી જાણી લો
Navratri Recipe :શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઇ. આ પ્રસંગે ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શુભ અવસર પર ઉપવાસ કરી રહ્યાં છો, તો આ સમય દરમિયાન આપને આપની ડાયટ પર વિશેષ ધ્યાન આપવું પડશે. નવ દિવસ આપને આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમને નબળાઈનો અનુભવ ન થાય. ખાસ કરીને આ સમય દરમિયાન ઉપવાસ કરનારાઓએ હેલ્ધી ડાયટ પસંદ કરવી જોઈએ, જેથી તમને ઉર્જાવાન રાખવાની સાથે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરી શકાય. આવો જાણીએ નવરાત્રીની સ્પેશિયલ ફરાળી રેસિપી
નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. લોકો બહારથી જાત જાતની ફરાળી આઈટમ ખાતા હોય છે.. પણ આજે અમે તમને ઘરમાંથી જ મળી રહેતી સાધન સામગ્રીમાંથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થતી રેસિપી બતાવી રહ્યા છીએ.. આજે આપણે જાણીશું દહી આલુની રેસિપી
દહીં આલૂ બનાવવાની રીત
- 200 ગ્રામ - બટેટા
- 350 ગ્રામ - દહીં
- 2 ચમચી - દેશી ઘી
- 1 tsp - જીરું
- 1 tsp - લાલ મરચું પાવડર
- એક ટુકડો - આદુ ઝીણું સમારેલું
- લીલા મરચા - 2 બારીક સમારેલા
- 1 ચમચી - ઝીણી સમારેલી કોથમીર
- 1 ચમચી - મીઠું
- ગાર્નિશિંગ માટે કોથમીર
દહીં બટાકાની રેસીપી
- દહીં બટાકા બનાવવા માટે, સૌપ્રથમ બટાકાને બાફી લો, છોલા કાઢી લો અને તેના ટુકડા કરો.
- હવે તમારે એક પેનમાં ઘી ગરમ કરવાનું છે.
- હવે દહીંને પાણીમાં સારી રીતે મિક્સ કરી લો.
- જો વધુ પાણી હોય તો ગાળીને પાણી કાઢી લો.
- કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, હળદર, લાલ મરચું ઉમેરો.
- તમે તેમાં સમારેલા લીલા મરચા અને આદુ પણ ઉમેરો. જો તમને લસણનો સ્વાદ ગમતો હોય તો તમે થોડું સમારેલુ લસણ પણ ઉમેરી શકો છો.
- આ દરમિયાન ગેસ ચાલુ રાખો. હવે તમારે તેમાં છૂંદેલા બટેટા મિક્સ કરવાના છે.
- હવે બટાકાને 2-3 મિનિટ સુધી ચડવા દો. વચ્ચે-વચ્ચે બટાકાને હળવા હલાવતા રહો.
- તેમાં કોરું દહીં ઉમેરો. દહીં અને બટાકા સારી રીતે મિક્સ થઇ જાય તે રીતે મિક્સ કરો.
- જો પાણી ઓછું લાગે તો થોડું વધારે પાણી ઉમેરો.
- જ્યારે તમને બંને વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય તો તો ગેસ બંધ કરી દો.
- લો તૈયાર છે આલૂ દહીં સબ્જી
- લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો