શોધખોળ કરો
Advertisement
શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો
શનિવારે આ મંત્રનો જાપ વધારે ફળ આપે છે. ઋણ મુક્તિ, આકસ્મિક અવરોધોથી રાહત મળે છે.
શનિદેવના વિવિધ મંત્ર છે. તેમાં બીજ મંત્ર અને સ્તુતિ મંત્ર પણ આવે છે. શનિદેવની કૃપા મેળવવા ધ્યાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ મંત્રનો સારી રીતે પાઠ કરવાથી મનોબળ વધારી શકાય છે. કોર્ટ કચેરીના મામલામાં રાહત મેળવી શકાય છે. કાર્યોમાં ગતિ લાવી શકાય છે.
इन्द्रनीलद्युतिः शूलीवरदोगृध्रवाहनः।
बाणबाणासनधरः कर्त्तव्यार्कसुतस्तथा।।
આ મંત્ર ધ્યાન અવસ્થામાં બોલવો જોઈએ. શનૈઃ શનૈઃ ધ્યાનમાં આગળ વધવાથી આ મંત્ર સ્વયં મૌન જાપની અવસ્થામાં આવી જાય છે. તેનાથી શનિના સકારાત્મક પ્રભાવોમાં ઝડપથી વૃદ્ધિ આવે છે. સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકોએ આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. તેનાથી બેચેની અને માનસિક પરેશાનીથી રાહત મળે છે.
જાપ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શનિને પ્રકૃતિ પસંદ હોવાથી વાતાવરણને સહજ પ્રકાશમાં રાખો. શનિવારે આ મંત્રનો જાપ વધારે ફળ આપે છે. ઋણ મુક્તિ, આકસ્મિક અવરોધોથી રાહત મળે છે. મકર સંક્રાતિથી મીન સંક્રાતિ વચ્ચે શનિ ગ્રહનો ઉપાય વિશેષ કારગર રહે છે. હાલ આ સમય 13 ફેબ્રુઆરી, શનિવાર, 2021 સુધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement