(Source: ECI/ABP News/ABP Majha)
Navratri vrat recipes: નવરાત્રીના ઉપવાસમાં પણ ખાઇ શકો છો આ જલેબી, જાણો, રેસિપી
નવરાત્રિમાં માતાજીને થાળ ધરાવવા માટે આપ ફરાળી જલેબી ઘરે બનાવી શકો છો. તો ચાલો ફરાળી જલેબીની રેસીપી જાણીએ
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
નવરાત્રિમાં માતાજીને થાળ ધરાવવા માટે આપ ફરાળી જલેબી ઘરે બનાવી શકો છો. નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. જેથી આ પ્રસાદને ઉપવાસી પણ આરોગી શકે છે. તો ચાલો ફરાળી જલેબીની રેસીપી જાણીએ
ફરાળી જલેબી માટે સામગ્રી
- -50 ગ્રામ બટાકા
- -0 ગ્રામ આરારૂટ
- - કપ દૂધ
- -50 ગ્રામ ખાંડ
- 1 ચપટી કેસર
- -ઘી (તળવા માટે)
રીત
- - સૌથી પહેલા પાણીમાં ખાંડ અને કેસર ઉમેરીને એક તારની ચાસણી બનાવી લો.
- - પહેલા બટાકાને બાફી લો. બાદ બટાટાની છાલ ઉતારીને તેને ક્રશ કરી લો. તેમાં આરારૂટ પણ મિક્સ કરી દો.
- - થોડું દૂધ મિક્સ કરીને જલેબીનું ખીરું તૈયાર કરી લો.
- - જલેબીનું ખીરું એક પાતળા કપડાંમાં અથવા પ્લાસ્ટિકની બેગમાં ભરી લો. પછી તેમાં નાનકડું કાણું કરી લો જેથી જલેબી બનાવી શકાય.
- - હવે ઘી ગરમ કરી જલેબીના ખીરામાંથી ગોળ-ગોળ જલેબી બનાવીને તળી લો.
- - પછી તેને ચાસણીમાં નાખો. જ્યારે જલેબી ચાસણી પી લે તો તેને માતાજીને ઘરાવો બાદ સૌને પ્રસાદરૂપે વહેંચો