Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પટેલ સમાજમાં પર્વવતા ખોટા રિવાજો, ખામીઓ વિશે ટકોર કરી હતી સમય સાથે પરિવર્તનની માંગણી કરી હતી. તેમણે છૂટાછેડા અને પૈસા, ઘરેણા સહિતના લેણદેણના રિવાજ પર પણ ટિપ્પણી કરી હતી.
રૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતાં પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે. બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે.
સભામાં પરશોત્તમ રૂપાલાએ શું કરી ટકોર
કડવા પાટીદારના કાર્યક્રમને સંબોધતા પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે. "સમય પ્રમાણે સમાજમાં રિવાજો બદલાઈ ગયા છે, અગાઉ દીકરીઓને અપાતા કરિયાવર સાસરી પક્ષમાં પાથરવામાં આવતો હતો,આખું ગામ કરિયાવરને જોવા આવતું હતું. જે-તે સમયે આણું પાથરવાની પ્રથાને વડીલોએ બંધ કરાવી હતી. ફરી એકવાર સમયેની જરૂરિયાત મુજબ સમાજના મોભીઓએ ચિંતન કરવાની જરૂર છે.અગાઉ સમાજમાં લેવા-દેવાની કોઈ વાત નહોતી થતી, કુરિવાજો પર સમય સાથે પુર્ણવિરામ મૂકવું જોઇએ"
પાટીદાર સાંસદ પુરષોત્તમ રૂપાલાની હૈયાવરાળ
છૂટાછેડા બાદની ઘટના અંગે પરશોત્તમ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે., "તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે, તેમણે આ અવસરે દીકરા-દીકરીના મોડા લગ્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. દીકરા-દીકરીના સમયસર લગ્ન કરવા અપીલ કરી હતી.

















