Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્ત ઘટસ્થાપન માટે ઉત્તમ
Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્તમાં ઘટસ્થાપન માટે ઉત્તમ
![Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્ત ઘટસ્થાપન માટે ઉત્તમ navratri 2021 kalash sthapana in abhijeet muhurta know durgashtami dussra Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્ત ઘટસ્થાપન માટે ઉત્તમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/bc11045cf142d5918ab484ca47381d66_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navratri 2021: કાલથી શારદિય નવરાત્રિનો પ્રારંભ, પહેલા નોરતે બની રહ્યો છે વિશેષ યોગ, અભિજીત મૂહૂર્તમાં ઘટસ્થાપન માટે ઉત્તમ
શારદીય નવરાત્રી 2021: આવતીકાલ 7 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો શુભારંભ થઇ રહ્યો છે. મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજામાં કલશ સ્થાપવાનું વિશેષ મહત્વ છે. જાણીએ કે ઘટસ્થાપનું શું છે શુભ મુહુર્ત
શારદીય નવરાત્રિમાં ઉપવાસ કરવાની અને મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાધના આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. લોકોએ તેમના ઘરો અને ધાર્મિક સ્થળોની સફાઈ કરીને ધાર્મિક ગ્રંથો અનુસાર પૂજા ઘટસ્થાપન કરે છે. કલશની સ્થાપના શુભ સમયમાં કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે, જો વિધિવત નવ દિવસ પૂજન અર્ચન અને સાધના થાય તો આ નવ દિવસની સાધાનાનું અચૂક ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અભિજીત મુહૂર્તમાં કલશની સ્થાપનાનું વિશેષ મહત્વ છે.
હિન્દી પંચાંગ મુજબ, શારદીય નવરાત્રીમાં ઘટ સ્થાપનાના દિવસે એટલે કે પેહલા નોરતે ચિત્રા નક્ષત્ર, દિવસ ગુરુવાર અને વિશ કુંભ જેવા શુભ યોગો રચાઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે કન્યા રાશિમાં ચતુર્ગ્રહી યોગ પણ રચાઈ રહ્યો છે. જે ઘટસ્થાપન માટે શ્રેષ્ઠ છે. નવરાત્રિમાં ઘટની સ્થાપના માટેનો શુભ સમય 7 ઓક્ટોબરના રોજ સવારે 6.17 થી 7.07 સુધીનો છે.
જેઓ કોઈ કારણસર આ મુહૂર્તમાં ઘટસ્થાપન ન થઇ શકે તો અભિજીત મુહૂર્તમાં પણ કલશ સ્થાપિત કરી શકાશે. 7 ઓક્ટોબર ગુરુવારે, અભિજીત મુહૂર્ત સવારે 11.51 થી 12.38 ની વચ્ચે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચિત્રા વૈદૃતિ યોગના નિષેધને કારણે, આવતીકાલે, 7 ઓક્ટોબરે અભિજિત મુહૂર્તમાં કલશની સ્થાપના કરવી ખાસ વિશેષ ફળદાયી રહેશે.
જે ભક્તો ઉપરોક્ત મુહૂર્તમાં કલશની સ્થાપના ન કરી શકે તો તેઓ ચોઘડિયામાં બપોરે 12.14 થી બપોરે 1:42 સુધી કરી શકે છે. આ પછી, બપોરે 1:42 થી 3: 9 વાગ્યા સુધી અમૃત ચોઘડિયા છે. આ મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)