શોધખોળ કરો

Navratri 2025 1st Day : શારદિય નવરાત્રિનો આજે પ્રથમ દિવસ, શૈલપુત્રીની આ વિધિ વિધાનથી કરો પૂજા

Navratri 2025 1st Day :આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે

Navratri 2025 1st Day :આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન પછી મા શૈલપુત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. શૈલ એટલે હિમાલય અને પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે માતા પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ શ્રદ્ધા અને વિધિપૂર્વક મા શૈલપુત્રીની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માતા શૈલપુત્રીના આશીર્વાદથી તમને ઈચ્છિત ફળ મળે છે.

માતા શૈલપુત્રીનું સ્વરૂપ

માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત, સરળ, નમ્ર અને દયાથી ભરેલું છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. તેઓ નંદી નામના બળદ પર સવાર થઈને હિમાલય પર બિરાજમાન છે. નંદીને ભગવાન શિવનો ગણ માનવામાં આવે છે. તપસ્યા કરનારા માતા શૈલપુત્રી તમામ વન્ય જીવોની રક્ષક પણ છે અને સૌંદર્ય અને દયાની મૂર્તિ પણ છે. જે ભક્તો દેવી શૈલપુત્રીની પૂજા કરે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રાખે છે, તેમના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે અને માતા સંકટ સમયે તેમની રક્ષા કરે છે. તે તેમના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે.

નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કરો ઘટસ્થાપન

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપનમાં તાંબા અથવા માટીના કળશમાં દેવી દુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આ કળશને નવ દિવસ સુધી પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. ઘટસ્થાપન માટે ગંગાજળ, નારિયેળ, લાલ કપડું, ચંદન, પાન, સોપારી, ધૂપ, ઘીનો દીવો, તાજા ફળો, ફૂલની માળા, બેલપત્રોની માળા અને  અક્ષત લો.

નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના, અથવા કળશ સ્થાપિત કરવાનું ખૂબ મહત્વ છે. નવરાત્રિના પ્રથમ દિવસ વિધિવત કળશની સ્થાપના કર્યાં બાદ માતાજીની સાથે તેમની પણ નવ દિવસ પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન જાણીએ

આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શુભ સંયોગથી શરૂ થઈ રહી છે. આ દિવસે, અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ સૂર્યોદયથી જ પ્રબળ રહેશે. અને તેની સાથે, સવારે 11:24 વાગ્યા સુધી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો સંયોગ રહેશે. અને આ પછી હસ્ત નક્ષત્ર શરૂ થશે. પરંતુ રાહુકાલ પણ સવારે 7:30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી પ્રબળ રહેશે. શાસ્ત્રો અનુસાર, સવારે 7:30 વાગ્યા પહેલા અને સવારે 9 વાગ્યા પછી ઘરમાં કળશ સ્થાપિત કરે તો શ્રેષ્ઠ રહેશે. જ્યારે, પૂજા પંડાલમાં અભિજીત મુહૂર્તમાં દુર્ગા પૂજા માટે કળશ સ્થાપિત કરવાનુંભ રહેશે. 

મા શૈલપુત્રીની પૂજાવિધિ

મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી તે વિશે દેવી ભાગવત પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને પૂજાની શરૂઆત કરો.

આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. આ પછી પૂજા સ્થળ પર ગંગા જળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેના પર મા દુર્ગાની મૂર્તિ, ચિત્ર અથવા ફોટો સ્થાપિત કરવામાં આવે છે. કળશની સ્થાપના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવે છે

ઘટસ્થાપના પછી મા શૈલપુત્રીના ધ્યાન મંત્રનો જાપ કરો અને નવરાત્રિ વ્રતનો સંકલ્પ લો. મા દુર્ગાની પ્રથમ શક્તિ મા શૈલપુત્રીની પૂજા ષોડશોપચાર પદ્ધતિથી કરવામાં આવે છે. તેમની પૂજામાં તમામ નદીઓ, તીર્થસ્થાનો અને દિશાઓનું આહવાન કરવામાં આવે છે.

માતાને કુમકુમ અર્પણ કરો અને સફેદ, પીળા કે લાલ ફૂલ ચઢાવો. માતાની સામે ધૂપ અને દીવો પ્રગટાવો. તેમજ પાંચ દેશી ઘીના દીવા પ્રગટાવો. આ પછી માતા શૈલપુત્રીની આરતી કરો.

પછી માતાની કથા, દુર્ગા ચાલિસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતી વગેરેનો પાઠ કરો. તેમજ પરિવાર સાથે માતા દેવીની સ્તુતિ કરો. અંતમાં માતાને ભોગ અર્પણ કરી પૂજા પૂર્ણ કરો. સાંજની પૂજામાં પણ માતાની આરતી કરો અને મંત્રોચ્ચાર અને ધ્યાન કરો.

માતા શૈલપુત્રીનો પ્રસાદ

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. શૈલનો અર્થ થાય છે પથ્થર, જેને હંમેશા અડગ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ઘણું મહત્વ છે. માતાને પ્રસન્ન કરવા માટે સફેદ ફૂલ, વસ્ત્રો અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને સારો વર મળે છે. સાથે જ ઘરમાં પૈસા અને અનાજની ખોટ રહેતી નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget