(Source: ECI/ABP News/ABP Majha)
Shani Upay: શનિદેવની વિશેષ કૃપા માટે શનિવારે કરી લો આ સિદ્ધ ઉપાય, આ પુષ્પ અચૂક કરો અર્પણ, મળશે અપાર સફળતા
શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શનિદેવને તેલનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો અને તેમને નીલા રંગના ફૂલ ચઢાવો.
Shani Dev: શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મનો દાતા અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવને કળિયુગના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે.
જો જન્મકુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તેમ જ જો શનિની ખરાબ સ્થિતિ જીવનમાં મોટી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
શનિદેવની પૂજામાં સિંદૂર, સરસવ અથવા કાળા તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શનિદેવને તેલનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરો અને તેમને નીલા રંગના ફૂલ ચઢાવો.
શનિવારે કાળી ગાયની સેવા કરવાથી શનિદોષ પણ દૂર થાય છે. કાળી ગાયના માથા પર તિલક કરીને તેના શિંગડામાં કાલવ બાંધો અને ધૂપ-આરતી કરો અને તેને ઘાશ ખવડાવો, તેનાથી શનિદેવની કૃપા ઝડપથી મળે છે.
શનિવારે સ્નાન કર્યા પછી ભગવાન શનિદેવની તેમની મૂર્તિની સામે પંચોપચાર પદ્ધતિથી પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાથી શનિના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.
શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવને દૂધ અને ધૂપ વગેરે અર્પણ કરો. આ ઉપાયથી શનિની દશા સુધારલા લાગે છે.
શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને આ છોડ ખૂબ જ પ્રિય છે. આ છોડ લગાવવાથી શનિદેવની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે.
શનિ દેવને શનિવારે આ પુષ્પ અચૂક ચઢાવો, દરેક સમસ્યાનું મળી જશે નિવારણ
Shani Dev: ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા આસાન નથી. પરંતુ જો તમે શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે શનિદેવને આ ફળ અવશ્ય ચઢાવો
શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને આંકડાના ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમે શનિવારે શનિદેવની પૂજા કરવા માટે મંદિરમાં જાઓ છો તો શનિદેવને આકડાનું ફૂલ અવશ્ય ચઢાવો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવને આકનું ફૂલ અર્પણ કરવાથી સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. આંકડાના ફૂલ ચઢાવવાથી શનિદેવ પ્રસન્ન થઈ શકે છે અને તમારું ભાગ્ય ચમકી શકે છે.
શનિદેવને અપરાજિતાના ફૂલ પણ ખૂબ પ્રિય છે.શનિવારની સવારે શનિદેવની પૂજા કરતી વખતે તેમને 5, 7 અને 11 અપરાજિતાના ફૂલ ચઢાવો.
શનિદેવને અપરાજિતાના ફૂલ ચઢાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે.