શોધખોળ કરો

Ank Jyotish: મૂલાંક 6ના લોકોની હોય છે આ ખાસ વિશેષતા, આ ફિલ્ડમાં બનાવે છે કરિયર

6 મૂલાંક નંબર ધરાવતા લોકોની સુંદરતા ઉંમર સાથે વધે છે. તેનો અર્થ એ કે તેઓ ઝડપથી વૃદ્ધ થતા નથી. તેમના વર્તન અને સુંદરતાના કારણે વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને આ મૂલાંકની મહિલાઓ વધુ સુંદર હોય છે.

Ank Jyotish:શુક્રને મૂલાંક નંબર 6 વાળા લોકોનો શાસક ગ્રહ માનવામાં આવે છે. શુક્રને સુખ અને ભૌતિક સુખોનો સ્વામી માનવામાં આવે છે. ભગવાન શુક્રની કૃપાથી આ મૂલાંકના લોકો સારું જીવન જીવે છે. તેમની પાસે ધન વૈભવની  કોઈ કમી નથી. શુક્રની મજબૂત સ્થિતિ તેમને તમામ સાંસારિક વસ્તુઓ પ્રદાન કરે છે. અહીં એમ કહેવું ખોટું નહીં હોય કે આ લોકો રાજા જેવું જીવન જીવે છે. જાણીએ 6,15 અને 24 તારીખે જન્મેલા લોકોનું ખૂબી અન ખામી શું હોય છે.

6 મૂલાંકના વ્યક્તિની હોય છે આ વિશેષતા

જો આપની જન્મ તારીખ 6, 15 કે 24 હોય તો આપનો મૂલાંક 6 છે. તેમના શાસક ગ્રહની જેમ, આ મૂલાંકના લોકો ખૂબ જ શાંત હોય છે. તેઓ બીજાની બાબતોમાં વધુ પડતી દખલગીરી કરવાનું પસંદ કરતા નથી. તેમને સજી સંવરીને રહેવું વધુ પસંદ હોય છે.  આ મૂલાંકના દેખાવે પણ સુંદર હોય છે.  તે ખૂબ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. દરેકને તેમનો ખુશખુશાલ સ્વભાવ ગમે છે. જેના કારણે લોકો સરળતાથી તેમના તરફ આકર્ષાય છે.

જલ્દી વૃદ્ધ નથી થતાં આ લોકો

6 મૂલાંક નંબર ધરાવતા લોકોની સુંદરતા ઉંમર સાથે વધે છે. તેનો અર્થ એ કે તેઓ ઝડપથી વૃદ્ધ થતા નથી. તેમના વર્તન અને સુંદરતાના કારણે વધુ લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. ખાસ કરીને આ મૂલાંકની મહિલાઓ વધુ સુંદર હોય છે.

6 મૂલાંકની ખામી શું હોય છે

આ મૂલાંકના લોકો  ખૂબ જ બુદ્ધિશાળી અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર તેમને વિજાતીય વ્યક્તિ પ્રત્યે વધુ જાતીય આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ ખોટા નિર્ણયો લે છે. જેના કારણે તેમની ઈમેજ અને પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ શકે છે. તેમની બીજી મોટી નબળાઈ તે કોઇ પણ પર આંધળો વિશ્વાસ કરી લે છે અને પછી દગો વિશ્વાસઘાતનો ભોગ બને છે.

ખૂબ જ ખર્ચીલા હોય છે આ લોકો

આ મૂલાંકના લોકો ખૂબ જ ખર્ચાળ સ્વભાવના હોય છે. તેઓ ભૌતિક સુખ-સુવિધાઓ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે, તેથી તેઓ શોખ અને મોજશોખ પાછળ ઘણા પૈસા ખર્ચે છે. જો કે, તેમની પાસે તેમની મહેનત અને બુદ્ધિમત્તા દ્વારા પૈસા કમાવવાની કુશળતા પણ હોય છે.

શુક્રવારનો દિવસ રહે છે  શુભ

6 નંબર વાળા લોકો માટે શુક્રવાર સૌથી ભાગ્યશાળી દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તેઓ શુક્રવારના દિવસે કોઈ શુભ કાર્ય કરે છે તો તેમને ચોક્કસ સફળતા મળશે. આ દિવસ કોઈપણ શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સિવાય જો તમે આ દિવસે તમારા મહત્વપૂર્ણ નિર્ણયો લો છો, તો તમને ઇચ્છિત પરિણામ મળશે.

શુભ રંગ, શુભ દિવસ અને શુભ તિથિ

આ મૂલાંક વાળા લોકો માટે 6, 15 અને 24 તારીખો શુભ છે. જો આપણે રંગો વિશે વાત કરીએ તો આછો વાદળી, આછો ગુલાબી અને સફેદ તેમના માટે અનુકૂળ રંગો છે. આ મૂલાંક વાળા લોકો માટે સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર અનુકૂળ દિવસો છે.

કરિયર

આ લોકોએ પત્રકારત્વ,  સંગીત, સાહિત્ય, ચિત્ર, કલા, હસ્તકલા, અભિનય અને ફેશનની દુનિયામાં પોતાનો હાથ અજમાવવો જોઈએ. આ લોકો આ ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. મેળવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget