શોધખોળ કરો
રાશિફળ 17 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકોએ રાખવું પડશે વિશેષ ધ્યાન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Today Horoscope: ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે કેટલીક રાશિએ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

આજનું રાશિફળઃ પંચાગ મુજબ આજે ચંદ્ર કુંભ રાશિમા છે. આજે પોષ સુદ ચોથ છે. આજે ગુરુ અસ્ત થઈ રહ્યો છે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. આજે કેટલીક રાશિએ નુકસાન ઉઠાવવું પડી શકે છે. મેષ (અ.લ.ઇ.) : આજે માન સન્માનમાં વૃદ્ધિ થશે. સાસરિયા તરફથી માંગલિક કાર્યોમાં સામેલ થવાનું નિમંત્રણ મળી શકે છે. મિત્રોના સહયોગથી સન્માન વધશે. વૃષભ (બ.વ.ઉ.) : પોતાની કિંમતી વસ્તુઓ સંભાળીને રાખજો. ટાર્ગેટવાળા કામથી દબાણ વધશે. સભ્યોનો સહયોગ માંગી શકો છો, તેથી માનસિક રીતે તૈયાર રહેજો. મિથુન (ક.છ.ઘ.) શારિરીક અને માનસિક થાક અનુભવશો. આર્થિક પરિસ્થિતી સમતોલ કરી શકશો. નકારાત્મક વિચારોને મનથી દુર રાખો. ખાવા પિવામાં કાળજી રાખવી. કર્ક (ડ.હ.) અસંતોષની લાગણી રહ્યા કરશે. આર્થિક પાસુ મજબૂત બનશે. સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે. ગૃહસ્થજીવનમાં સાનુકુળતા જણાશે. સિંહ (મ.ટ.) આજના દિવસે કામનું લિસ્ટ પહેલા તૈયાર કરી લેવું જોઈએ. આળસ ન દાખવતાં. બેદરકારી ભારે પડી શકે છે. ઘર હોય કે બહાર, તમામ જગ્યાએ મહિલાને સન્માન આપો. પરિવારમાં માન વધશે. કન્યા (પ.ઠ.ણ.) આજે બીજાના મામલામાં બોલવાથી બચવું પડશે. આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની સંભાવના છે. તુલા (ર.ત.) હરિફાઈવાળા કામમાં વિજય થશે. કરેલી મહેનત ફળદાઈ બનશે. સાસરાપક્ષથી લાભ મળશે. વ્યર્થ દોડાદોડીથી દુર રહેવુ. વૃશ્ચિક (ન.ય.) પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો. કામકાજમાં વૃદ્ધિ થશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. ધન (ભ.ધ.ફ.ઢ.) આજે લક્ષ્ય સુધી પહોંચવા પ્લાનિંગ અને પરિશ્રમનો દિવસ છે. યોગ્ય દિશા અને લગનથી કરેલો પરિશ્રણ સારું ફળ આપશે. દાંપત્ય જીવન શાંતિપૂર્ણ અને સુખમય હશે. મકર (ખ.જ.) આજે કામકાજમાં પરિવારજનોનો સહયોગ મળશે. વાણીમાં વિનમ્રતા રાખવી પડશે. જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે. જો કોઈ વિવાદ ચલી રહ્યો હોય તો સમાધાન શોધો. કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે માનસિક સાધારણ પરેશાની રહેશે. કામકાજમાં નિષ્ફળતાથી બચવુ. ધંધાકિય સફળતામાં અવરોધ જણાશે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે. મીન (દ.ચ.ઝ.થ.) આજના દિવસે વ્યકિતગત ઓળખાણ લાભ કરાવશે. નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે. તબિયત બાબતે અનુકુળતા જણાશે.
વધુ વાંચો




















