શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાશિફળ 27 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકસાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Today Horoscope: આજનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. ચંદ્ર મિશુન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં ગુરુ, શનિની સાથે ગોચર કરી રહ્યો છે. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ જવા રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ સુદ ચૌદસ છે. આજનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. ચંદ્ર મિશુન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં ગુરુ, શનિની સાથે ગોચર કરી રહ્યો છે. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ જવા રહ્યો છે.
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે સ્પર્ધાઓમાં ભાગ લેનારાને સારું પરિણામ મળી શકે છે. સકારાત્મક લોકના સંપર્કમાં રહેવાથી લાભ થશે. જમીન કે મકાન સંબંધિત મામલા ઉકેલાતા નજરે પડી રહ્યા છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજે નિષ્ફળતાને જોઈ ગભરાવાની જરૂર નથી, ધીરજ સાથે યોગ્ય સમયની પ્રતીક્ષા લાભદાયી હશે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ સક્રિય થઈ શકે છે. પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન કરી શકો છો.
મિથુન (ક.છ.ઘ.) : આજે ક્રોધથી બચજો નહીંતર નુકસાન થશે. માતૃભાષા સિવાય અન્ય કોઈ નવી ભાષા શીખવાનો સમય છે. વ્યક્તિગત સંબંધોમાં પ્રગાઢતા વધશે. પરિવારના લોકોને મળવાનો મોકો મળશે.
કર્ક (ડ.હ.) : આજના દિવસે જૂનું રોકાણ કારગર સાબિત થશે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વિવાહ યોગ્ય લોકો ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા.
સિંહ (મ.ટ.) : આજનો દિવસ શુભ રહેશે. પસંદગીના કાર્યથી મન પ્રસન્ન રહેશે. તમારી યોજના મુજબના તમામ કાર્ય પૂરા થઈ રહ્યા છે. બોસ તમારી કાર્યશૈલીથી પ્રસન્ન રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) : આજે વિરોધીઓ તમારી ભૂલ શોધવામાં વ્યસ્ત રહેશે તેથી સતર્ક રહેજો. આજે ફરવા જવાનો મોકો મળશે, શક્ય હોય તો પરિવારને પણ સાથે લઇ જાવ.
તુલા (ર.ત.) : આજના દિવસે મનગમતા કાર્યો પૂરા થવાથી મન શાંતિ અને આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા અને યશ મેળવવા કઠોર પરિશ્રમ કરવો પડશે.
વૃશ્ચિક (ન.ય.) : આજના દિવસે કોઈ કારણોસર મૂડ ઓફ રહી શકે છે પરંતુ તમારી નારાજગી બીજા પર વ્યકત ન કરતાં. દૂર રહેતા સંબંધીને મળવાનો મોકો મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) : આજે લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાન રહેજો નહીંતર બિનજરૂરી વિવાદ ઉભો થઈ શકે છે. ઘરના ખર્ચ તમારી સમક્ષ આવી શકે છે. તેથી પ્લાન કરજો. મિત્રો અને વરિષ્ઠ લોકનો સહયોગ મળશે.
મકર (ખ.જ.) : આજના દિવસે કાર્યોમાં આવી રહેલા અવરોધ દૂર થશે. જેનાથી મનમાં શાંતિ અને સકારાત્મક વિચાર આવશે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.) : આજના દિવસે તમે જ પણ લક્ષ્ય નક્કી કર્યા હશે તેમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. વડીલોનું સન્માન કરજો, તેમનું સાનિધ્ય મળશે.
મીન (દ.ચ.ઝ.થ.) : આજના દિવસે બીજા પર વધારે ક્રોધથી બચજો. ધનનું રોકાણ સમજી વિચારીને કરજો. પૈતૃક સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion