શોધખોળ કરો
Advertisement
રાશિફળ 3 ફેબ્રુઆરીઃ મેષ, મિથુન, કન્યા અને તુલા રાશિના જાતકો આ મામલે રહેજો સતર્ક, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
Today Horoscope: આજે ચિત્રા નક્ષત્ર અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં ગુરુ, શુક્ર અને શનિ સાથે ગોચર કરી રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ છઠની તિથિ છે. આજે ચિત્રા નક્ષત્ર અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં ગુરુ, શુક્ર અને શનિ સાથે ગોચર કરી રહ્યો છે. આજે કટેલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
મેષ (અ.લ.ઇ.) : આજે નાની-નાની વાતોને લઇ મૂડ બગડી શકે છે. કોઈ ઉશ્કેરે તો પણ ઉગ્ર પ્રતિક્રિયા ન આપતાં. પરિવારના સભ્યો સાથે વાત કરતાં રહેજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસની શરૂઆત પ્રસન્નતા સાથે કરો. ઓફિસમાં જોઈ કોઈ કાર્યને લઇ વારંવાર ચેતવણી મળે તો સચેત રહેજો. બેદરકારી પરેશાનીમાં મુકી શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે બહિર્મુખી બનજો. સ્વાસ્થ્ય સંબંધી કોઇ પરેશાની હોય તો ખાસ એલર્ટ રહેજો. સમાજ સેવા કરવાનો મોકો મળે તો ભાગ લેજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે બીજા પ્રત્યે વિનમ્ર સ્વભાવથી સંબંધો મજબૂત કરજો. પિતાનો આદર કરજો અને તેમની સાથે સમય વીતાવજો. મોસાળ પક્ષથી શુભ સમાચાર મળી શકે છે.
સિંહ (મ.ટ.) આજના દિવસે ગ્રહોની સ્થિતિને જોતાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. મોસમ બદલાતાં સ્વાસ્થ્ય કથળી શકે છે. મનપસંદ સંગીત સાંભળજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે પરિવાર સાથે વધારે સમય વીતાવજો. માતા-પિતાને કોઇ વસ્તુની જરૂર હોય તો લાવી આપજો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
તુલા (ર.ત.) આજના દિવસે મન થોડું વ્યથિત હોઇ શકે છે. ગુરુ તથા વડીલોનુ માર્ગદર્શન લેજો. પરિવારમાં લોકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે મનમાં ઉલ્લાસ, ઉમંગ તથા પ્રસન્નતાનો અભાવ રહેવાનો છે. પરિવારમાં ધાર્મિક માહોલને જોતાં ભગવાન ગણેશની આરાધના લાભદાયી રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે મૂળ સ્વભાવને ધ્યાનમાં રાખીને લક્ષ્ય ધ્યાનમાં રાખીને ચાલજો. ઓફિશિયલ કામમાં સફળતા માટે પ્રોફેશનલ રીત અપનાવવી પડશે. પારિવારિક વિવાદના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે ક્રોધિત થયા વગર કામ કરજો. નાના-મોટારોકાણનું પ્લાનિંગ કરી શકો છો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે એકાગ્રતાથી કામ કરજો. માતાનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. વેપારીઓ માટે શુભ દિવસ રહેશે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ઓફિસમાં વધારે કામ કરવું પડશે. પરિવારમાં વિવાદ થવાની શક્યતા છે. જમીન તથા મકાન સંબંધિત મામલામાં સાવધાન રહેજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement