શોધખોળ કરો

Shani Dev: શનિદેવને પ્રસન્ન કરવા માટે આ શનિવાર છે મહત્વપૂર્ણ, શનિદેવના ક્રોધથી બચવા કરો આ ઉપાય

Shani Dev: શનિ શાંત અને પ્રસન્ન મુદ્રામાં રહે તે જરૂરી છે. જો શનિ ગુસ્સે થાય છે, તો તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ માજા મૂકે છે. શનિદેવની અવકૃપા રાતોની ઊંઘ હરી લે છે. એટલા માટે શનિદેવની કૃપા ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે.

Shani Dev:શનિ શાંત અને પ્રસન્ન મુદ્રામાં રહે તે જરૂરી છે. જો શનિ ગુસ્સે થાય છે, તો તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ માજા મૂકે છે.  શનિદેવની અવકૃપા  રાતોની ઊંઘ હરી લે છે. એટલા માટે શનિદેવની કૃપા ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે.

લોકો શનિથી કેમ ડરે છે?

જ્યોતિષમાં શનિદેવને ન્યાયનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, શનિ કળિયુગના ન્યાયાધિશ છે. એટલે કે, તેઓ ન્યાય કરનાર માનવામાં આવે છે. મનુષ્યના કર્મોનું ફળ શનિદેવ જ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે તો શનિ તેને સખત સજા આપે છે. શનિની દશા, મહાદશા, અંતર્દશા, સાડા સતી અને શનિની દશા આથી પરેશાનીકારક માનવામાં આવે છે. કારણ કે શનિ આ સ્થિતિમાં મનુષ્યના ખોટા કાર્યોનું ફળ આપે છે. તેથી જ લોકો શનિના નામથી જ ડરી જાય છે

શું શનિ પણ શુભ ફળ આપે છે?

હા, શનિ માત્ર અશુભ પરિણામ આપે છે, એવું નથી. શનિ જ્યારે શુભ હોય ત્યારે ખૂબ જ શુભ ફળ આપે છે. જો શનિ શુભ હોય તો વ્યક્તિને ઉચ્ચ પદ, સંપત્તિ અને સન્માન મળે છે. શુભ થવા પર શનિ મહારાજ વાહન, મકાન વગેરેનું સુખ પણ આપે છે અને વિદેશ પ્રવાસ પણ કરાવે છે. એટલા માટે આ વાત મનમાંથી કાઢી નાખવી જોઈએ કે શનિ જ અશુભ ફળ આપે છે.

શનિદેવને કેવી રીતે ખુશ રાખશો

શનિદેવને ખુશ રાખવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. શનિ એ ગ્રહ છે જે નિયમો અને અનુશાસનનો આગ્રહી  છે. જે લોકો નિયમોનું પાલન નથી કરતા, શનિ તેમને માફ કરતા નથી અને તેમની સ્થિતિ વગેરેમાં મુશ્કેલી આપે છે. જે લોકોની કુંડળીમાં શનિ અશુભ હોય છે અથવા તો શનિદેવના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે પોષ મહિનાનો પહેલો શનિવાર ખૂબ જ શુભ બની રહ્યો છે. આ દિવસે શનિદેવની કૃપા મેળવવા શું કરોશ આવો  જાણીએ-

શનિવારે ધાબળાનું દાન કરો. શાસ્ત્રોમાં શનિના જે દાનની ચર્ચા કરવામાં આવી છે, તેમાં કાળો ધાબળો પણ છે. એવું માનવામાં આવે છે કે, કાળો ધાબળો દાન કરવાથી શનિ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

શનિ અશુભ ફળ આપે છે કેવી રીતે જાણશો ?

  • જીવનમાં બનતી નકારાત્મક ઘટના શનિદેવના અશુભ ફળના સંકેત આપે છે.
  • પ્રેમ સંબંધોમાં અવરોધો આવે છે
  • પ્રેમ સંબંધમાં  બ્રેકઅપનો વારંવાર સામનો કરવો પડે છે.
  • પૈસાની તંગી રહે. કર્જ  વધવા લાગે છે.
  • મહત્વના કામોમાં અડચણ આવતી રહે.
  • માનસિક તાણની સ્થિતિ જળવાઈ રહે.
  • ઓફિસમાં પિતા કે બોસ સાથે સંબંધ સારા નથી રહેતા.
  • ધંધામાં મહેનત કર્યા પછી પણ ઈચ્છિત સફળતા મળતી નથી.
  • હરીફો કે દુશ્મનો તમને પરેશાન કરતા રહે છે.
  • શિક્ષણમાં અડચણ આવે છે.
  • ગંભીર રોગો ઘેરી વળે છે.
  • અજાણ્યાનો ભય સતાવે છે.
  • આળસના કારણે કામ અધૂરા રહે.

મહત્વપૂર્ણ બાબતો યાદ રાખો

જો તમારે શનિદેવને ખુશ રાખવા હોય તો તમારે બીજાની ટીકા ન કરવી જોઈએ. તેની સાથે આ વાતો યાદ રાખો-

  • પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે ન કરો.
  • મહેનત કરનારાઓને ક્યારેય હેરાન ન કરો.
  • તમારા પૈસા અને પદનો દુરુપયોગ ન કરો.
  • પ્રકૃતિને ક્યારેય નુકસાન ન કરો.
  • હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
  • ગંભીર બીમારીથી પીડિત લોકોની સેવા કરો.
  • કલ્યાણના કાર્યોમાં રસ લેવો જોઈએ.
  •  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget