Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
Stock Market Crash: ભારતીય શેર બજાર ગુરુવારે ભારે ઘટાડા સાથે ઓપન થયું હતું. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2025માં વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણે ત્યાંના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર ભારતીય બજારો પર પણ પડી છે. સેન્સેક્સ ફરી 80000ની નીચે સરકી ગયો અને 1000 પોઈન્ટના ઘટાડા સાથે 79,237 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
આઇટી શેર્સમાં મજબૂત ઘટાડો
સેન્સેક્સના 30 શેરોમાંથી 28 નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 તેજી સાથે ટ્રેડ થઇ રહ્યા છે. ઘટતા શેરોમાં ઈન્ફોસિસ 2.49 ટકા, SBI 2.14 ટકા, HCL ટેક 1.93 ટકા, ટેક મહિન્દ્રા 1.85 ટકા, બજાજ ફિનસર્વ 1.67 ટકા, ટાટા સ્ટીલ 2.01 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. માત્ર HUL અને ITCના શેર જ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને સવારે 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને 449.34 લાખ કરોડ રૂપિયા થયું છે જે ગયા સત્રમાં 452.60 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજે ટ્રેડમાં રોકાણકારોને 3.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આજે બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે માત્ર ફાર્મા અને હેલ્થકેર શેરોમાં જ તેજી જોવા મળી રહી છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.
ભારતીય બજાર કેમ ઘટ્યું?
યુએસ ફેડરલ રિઝર્વે 2025માં માત્ર રેટ કટની વાત કરી છે જેના કારણે યુએસ સહિત વિશ્વભરના બજારો નિરાશ છે. તેથી ભારતીય બજારોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. તેમના આ નિર્ણયને કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે અને પ્રથમ વખત 85ના સ્તરને પાર કરી ગયો છે અને 11 પૈસાની નબળાઈ સાથે 85.07ના સ્તરે આવી ગયો છે.
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો