Sharad Purnima:શરદ પૂર્ણિમાનું ધાર્મિક સાથે આ વૈજ્ઞાનિક મહત્વ પણ અનેરૂ, જાણો મેડિકલ સાયન્સ સાથે શું છે નાતો
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જાણીએ શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ શું છે
Sharad Purnima 2023: શરદ પૂર્ણિમા વર્ષની અન્ય પૂર્ણિમા કરતાં અલગ અને વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર 28 ઓક્ટોબર 2023 શનિવારના રોજ એટલે કે આજે મનાવામાં આવી રહ્યો છે. આ દિવસે ચંદ્રનો પ્રકાશ અન્ય દિવસો કરતાં સૌથી વધુ તેજસ્વી હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃત વરસે છે.
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાઓથી પૂર્ણ થાય છે, આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જાણીએ શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ શું છે અને તેને મેડિકલ સાન્યસ સાથે કેવી રીતે સાંકળી શકાય
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારના ક્ષાર અને વિટામિન હોય છે. ચંદ્રપ્રકાશ પિત્ત, તરસ અને બળતરા દૂર કરે છે. આ જ કારણ છે કે ચંદ્રના કિરણો પૃથ્વી પર આરોગ્યની વર્ષા કરે છે. વૈજ્ઞાનિકોના મતે ચાંદની રાત્રે દૂધ પૌવા રાખીને તેના સેવનથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
વાસ્તવમાં દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. આ તત્વ કિરણોમાંથી વધુ શક્તિ ગ્રહણ કરે છે અને ચોખામાં સ્ટાર્ચની હાજરીને કારણે આ પ્રક્રિયા વધુ સરળ બની જાય છે. તેનાથી ઉર્જા, રોગપ્રતિકારક શક્તિ અને કાયાકલ્પ કરવાની ક્ષમતા વધે છે.આ દિવસે ચાંદીના વાસણમાં ખીરનું સેવન કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. સંશોધન મુજબ, ચાંદીના વાસણોમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાથી ખોરાકને બચાવે છે.
શરદ પૂર્ણિમા બાદથી શિયાળાની શરૂઆત થઇ જાય છે. આવી સ્થિતિમાં, આ દિવસે ખીર ખાવાનું માનવામાં આવે છે કે ઠંડીની ઋતુ આવી ગઈ છે, તેથી ગરમ ખોરાક લેવાનું શરૂ કરી દેવું જોઇએ. આમ કરવાથી શરીરને એનર્જી મળે છે.
એવું કહેવાય છે કે, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણો ઠંડા થઈ જાય છે અને તેમનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. આવી સ્થિતિમાં 10-15 દિવસ સુધી ખુલ્લી આંખે ચંદ્રને જોવાથી આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ દિવસે રાત્રે 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યાની વચ્ચે ઓછા કપડામાં ફરતા વ્યક્તિને તંદુરસ્તીનું વરદાન સાથે ઊર્જા મળે છે.