શોધખોળ કરો

મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર

ગર્ભવતી મહિલાઓની ગરિમા પર લાગ્યો કલંક, હોસ્પિટલના બેજવાબદાર વલણ સામે ફિટકાર.

Rajkot hospital labor room negligence: રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે, જેણે સમગ્ર મેડિકલ જગતને કલંકિત કર્યું છે. હોસ્પિટલના લેબર રૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ઓનલાઈન અપલોડ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ફૂટેજમાં ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તબીબી તપાસના દ્રશ્યો કેદ હતા, જે તેમની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ABP અસ્મિતાના વીડિયો એડિટર તેજપાલસિંહ રાણાએ આ મામલાનો પર્દાફાશ કર્યો. રાણાએ CCTV ફૂટેજ અને વાયરલ થયેલા રીલ્સની ઝીણવટપૂર્વક તપાસ કરી અને હોસ્પિટલના પાપનો ભાંડો ફોડ્યો. ABP અસ્મિતાએ આ ઘટનાની જાણકારી તાત્કાલિક સાયબર ક્રાઈમ બ્રાન્ચને આપી, જેના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.

સૌથી મોટો સવાલ એ છે કે પાયલ મેટરનીટી હોસ્પિટલે લેબર રૂમમાં CCTV કેમેરા લગાવવાનું પાપ શા માટે કર્યું? ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તપાસ દરમિયાન CCTV કેમેરા લગાવવાનો હોસ્પિટલનો હેતુ શું હતો? આ ઘટનામાં કેટલી ગર્ભવતી મહિલાઓની તપાસના CCTV ફૂટેજ ઓનલાઈન અપલોડ થયા છે અને કેટલા વાયરલ થયા છે, તે તપાસનો વિષય છે.

આ ઘટનાના પર્દાફાશ પછી હોસ્પિટલના એડમિન દ્વારા તાત્કાલિક લેબર રૂમમાંથી CCTV કેમેરા હટાવી લેવામાં આવ્યા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના માલિક ડો. અમિત અકબરીએ દાવો કર્યો છે કે કોઈ પ્રોફેશનલ હેકરે CCTV સિસ્ટમ હેક કરી આ ફૂટેજ ઓનલાઈન અપલોડ કર્યા છે, પરંતુ હોસ્પિટલના એડમિને ABP અસ્મિતાના કેમેરા સામે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે લેબર રૂમમાં CCTV કેમેરા હોસ્પિટલ દ્વારા જ લગાવવામાં આવ્યા હતા.

આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે હોસ્પિટલના વીડિયો વાયરલ થયા હોવા છતાં ડો. પ્રતિક્ષા દેસાઈ નામના મહિલા ડોક્ટરના ચહેરા પર શરમ કે પસ્તાવો જોવા મળતો નથી. મહિલાઓની ગરિમાનું હનન થયું હોવા છતાં તેઓ નિર્લજ્જ હાસ્ય સાથે જવાબ આપી રહ્યા છે, જે હોસ્પિટલ સંચાલકોની બેદરકારી અને સંવેદનહીનતા દર્શાવે છે. હોસ્પિટલના માલિક પણ ખીલખીલાટ હસતા હસતા આ બાબતે જવાબ આપી રહ્યા છે, જે અત્યંત દુઃખદ અને નિંદનીય છે.

રાજકોટના પોલીસ કમિશ્નર પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. તેઓએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક બોલાવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ABP અસ્મિતાએ પોલીસને વિનંતી કરી છે કે યુટ્યુબ પર અપલોડ થયેલા આ સંવેદનશીલ વીડિયો તાત્કાલિક હટાવવાની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે હજુ પણ કેટલાક યુટ્યુબ ચેનલો પર આ CCTV ફૂટેજ ઉપલબ્ધ છે.

પાયલ મેટરનીટી હોસ્પિટલના સંચાલકોના પાપે ગર્ભવતી મહિલાઓની અત્યંત અંગત પળોના CCTV ફૂટેજ ઓનલાઈન અપલોડ થયા છે, જે પીડિત મહિલાઓ અને તેમના પરિવારો માટે આઘાતજનક અને માનસિક ત્રાસદાયક છે. આ ઘટના મેડિકલ જગત માટે એક કાળો ડાઘ છે અને હોસ્પિટલ સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય.

આ પણ વાંચો...

અમેરિકાથી દેશનિકાલ: અમૃતસરમાં ત્રીજી ફ્લાઈટ ઉતરી, 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયો પરત ફર્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકારVikram Thakor : કલાકારોની વિધાનસભા મુલાકાત વિવાદ મામલે વિક્રમની પત્રકાર પરીષદ, વીડિયો મુદ્દે ધડાકોGujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
'જ્યારે PM મોદી મને મળવા આવ્યા ત્યારે મેં તેમનો રૂટ બદલી નાખ્યો કારણ કે...', ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો ખુલાસો
'જ્યારે PM મોદી મને મળવા આવ્યા ત્યારે મેં તેમનો રૂટ બદલી નાખ્યો કારણ કે...', ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો ખુલાસો
Embed widget