શોધખોળ કરો

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત

ભાવનગરના લીમડાના નાના ઉમરડા નજીક સુરત જતી ખાનગી બસ પલટી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઇ હતી.

Bus Accident:ભાવનગરના લીમડા નજીક ખાનગી બસનો  અકસ્માત સર્જાયો છે. જેમાં 20 થી 25 મુસાફરો ઘાયલ થયા છે. બસ લીલીયાથી સુરત જતી હતી. લીમડાને  નાના ઉંમરડા વચ્ચે આ દુર્ઘટના બની હતી. ખાનગી બસના ડ્રાયવરે સ્ટયરિંગ  પરથી કાબુ ગુમાવતા બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં

ઢસા દામનગર રંઘોળા સહિત આજુબાજુ વિસ્તારની એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી હતી અને તાબડતોબ ઘાયલોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં છે. અંદાજિત 20થી 25 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સત્વરે મદદ પહોંચાડવા માટે અકસ્માતની ઘટનાની જાણ થતાં લાઠી દામનગરના ધારાસભ્ય જનક તળાવીયા પણ ઘટનાસ્થળે  પહોંચ્યા હતા આ સાથે ઢસા પોલીસ, ઉમરાળા પોલીસ, ગઢડા મામલતદાર સહિતનો તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રેસ્ક્યુ માટે 2 ક્રેઈન 4 જેસીબી સહિતના સાધનો સાથે તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 
ઈજાગ્રસ્તોને તાત્કાલિક દામનગર, શિહોર, ઢસા અને ગઢડાની હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

જાનની બસ સળગી

તો બીજી તરફ ભગનગર જિલ્લામાં જ એક અન્ય બસ  દુર્ઘટના સર્જાઇ હતી.  સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.  જો કે આ ઘટનાથી  ખુશીના પ્રસંગમાં ચિંતાના વાદળો છવાઇ ગયા છે. અહીં ભાવનગરમાં જાનૈયાઓની બસમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઇ હતી. ભાવનગરની નારી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં  આગ ભભૂકી  ઉઠતાં લોકો જીવ બચાવવા માટે બારીથી કૂદ્યા હતા.  ગારિયાધારના ઘોબા ગામે જાનૈયાઓને લઈને  બસ જઇ રહી હતી. સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં ઓચિંતા આગ લાગી હતી. બસમાં આગ લાગતા તમામ જાનૈયાઓએ ઈમરજંસી બારીમાંથી નીચે કૂદ્યા હતાં. બસમાં આગ લાગતા લાખો રૂપિયા રોકડ બળીને ખાક થયા છે.  અને બે તોલા સોનું બળીને પણ ખાક થઇ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. 

મહાકુંભથી પરત ફરતા નડ્યો અકસ્માત 

એક અન્ય અકસ્માતની ઘટનાની વાત કરીએ તો યુપીના ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના ઇન્ટરચેન્જ પાસે રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે.અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા નોઈડા યમુના એક્સપ્રેસ વે પર રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે એક દુઃખદ અકસ્માત થયો હતો. પ્રયાગરાજ મહા કુંભ (મહા કુંભ 2025)માં સ્નાન કરીને જમ્મુ-કાશ્મીર પરત ફરી રહેલા તીર્થયાત્રીઓની કારને પાછળથી બસે ટક્કર મારી હતી. આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ એમ્બ્યુલન્સ સાથે ટોલ કર્મીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ કર્યા બાદ પોલીસે ફોન કરીને તેમના પરિવારજનોને તેમના મૃત્યુ અંગે જાણ કરી હતી. મૃતકોની ઓળખ કર્યા પછી, પોલીસે ત્રણેય મૃતદેહોને તેમની કસ્ટડીમાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી દીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget