શોધખોળ કરો

Navratri 2023 :શારદિય નવરાત્રિનો આજે પ્રથમ દિવસ, આ શુભ મુહૂર્તમાં આ વિધિ વિધાનથી કરો ઘટસ્થાપન

નવરાત્રિનો આજે પ્રથમ દિવસ, આજના દિવસ મા અંબાની સ્થાપના સાથે કળશનું સ્થાપનનું પણ વિધાન છે. તો જાણી ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન

Navratri Ghatasthapana Muhurat 2023: નવરાત્રીના પ્રથમ નોરતે ઘટસ્થાપના કરવાનું હોય છે. જેમાં ગણેશજી, મા દુર્ગા અને ખાસ જળ ભરેલા કળશની સ્થાપના કરવાની હોય છે કેટલાક લોકો જવેરા પણ ઉગાડે છે.  તો 15 ઓક્ટોબરે  એટલે કે આજથી શરૂ થતા નોરતાના પ્રથમ દિવસે ઘટસ્થાપન કેવી રીતે કરશો અને શું છે વિધિ જાણીએ

નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. માઘ, ચૈત્ર, અષાઢ અને અશ્વિન મહિનામાં. અશ્વિન નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. શારદીય નવરાત્રીના 9 દિવસે શક્તિ સ્વરૂપ મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગામાં બ્રહ્માંડની તમામ શક્તિઓ છે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવાથી દરેક સમસ્યાઓનો નાશ થાય છે. 9 ગ્રહોની અશુભતા દૂર થાય છે. જીવન સુખમય બને છે.

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરૂ થશે અને 24મી ઓક્ટોબરે દશેરાના રોજ સમાપ્ત થશે. પ્રથમ દિવસે ઘટસ્થાપનનો શુભ મૂહૂત ક્યાં છે જાણીએ

શારદીય નવરાત્રી

આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. , 15 ઓક્ટોબર, 2023 થી નવરાત્રિ શરૂ થઈ રહી છે, નવરાત્રિ 23 ઓક્ટોબર, 2023, મંગળવારના રોજ સમાપ્ત થશે, જ્યારે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શારદીય નવરાત્રિ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.

ઘટસ્થાપન માટે શુભ મૂહૂર્ત

અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થઇ છે. જે 15 ઓક્ટોબરે બપોરે 12.32 વાગ્યા સુધી ચાલશે.આજે અભિજીત મુહૂર્ત સવારે 11:38 થી 12:23 સુધી છે. આ સમય ઘટની સ્થાપના માટે શુભ છે. આ શુભ સમય દરમિયાન માતા શૈલપુત્રીની પણ પૂજા કરી શકાય છે. પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના દિવસે કલશની સ્થાપના કરીને માતા દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે.

કેવી રીતે કરશો ઘટસ્થાપન

  • નવરાત્રીના પહેલા જે સ્થાને પૂજા કરવાની છે, તે સ્થાન પવિત્ર કરો.
  • સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.
    પૂજા સમયે  લાલ વસ્ત્રો પહેરો.
  • સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો
  • આસન બિછાવો તેના પર   ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.
  • બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો
  • કલશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે. 
  • કલશના મુખ પર મૌલી (નાડાછડી) બાંધો. મૌલી સાથે નારિયેળ સાથે લાલ ચુનરી બાંધો. આંબા પાંચ  પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.
  • હવે મા દુર્ગા ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Embed widget