શોધખોળ કરો

Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ 9 કે 10 કેટલા દિવસ? દુર્લભ સંયોગ બની રહ્યો છે, જાણો મુહૂર્ત સહિત તમામ વિગતો

Shardiya Navratri 2024: શારદીય નવરાત્રિ આશ્વિન શુક્લ પ્રતિપદાથી નવમી તિથિ સુધી ચાલે છે. પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ ખૂબ ખાસ છે. જાણો શારદીય નવરાત્રિ 2024 મુહૂર્ત, તારીખ.

Shardiya Navratri 2024: એક વર્ષમાં બે વાર છ મહિનાના અંતરાલે નવરાત્રિ આવે છે. માતા દુર્ગાને સમર્પિત આ તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે આશ્વિન માસમાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે અને પૂરા નવ દિવસ સુધી માતા આદિશક્તિ જગદંબાની પૂજા કરવામાં આવે છે.

3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ (Shardiya Navratri 2024 Date)

શારદીય નવરાત્રિ ગુરુવાર 3 ઓક્ટોબર 2024થી શરૂ થશે અને આ તહેવારની સમાપ્તિ શનિવાર 12 ઓક્ટોબર 2024ના રોજ થશે. દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મહાલયાના દિવસે જ્યારે પિતૃગણ પૃથ્વીથી પાછા ફરે છે ત્યારે માતા દુર્ગા તેમના પરિવાર અને ગણો સાથે પૃથ્વી પર આવે છે. જે દિવસે નવરાત્રિની શરૂઆત થાય છે તે દિવસના હિસાબે માતા દર વખતે અલગ અલગ વાહનો પર આવે છે.

શારદીય નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આમાં માતા દુર્ગાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે, તેમજ ઘણા સ્થળોએ ગરબા અને રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ 9 દિવસના મહાપર્વના પ્રથમ દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે અને માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા પણ કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસોમાં વ્રત પણ રાખવામાં આવે છે. પૂરા નિયમો સાથે માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે.

શારદીય નવરાત્રિ 2024 તિથિ (Shardiya Navratri 2024 ghatsthapana muhurat)

હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. માતા દુર્ગાની ઉપાસનાનો તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે ચૈત્ર અને શારદીય નવરાત્રિ હોય છે. પંચાંગ અનુસાર, આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો આરંભ 3 ઓક્ટોબરની સવારે 12:19 મિનિટથી થશે અને તેનું સમાપન બીજા દિવસે 4 ઓક્ટોબરની સવારે 2:58 મિનિટે થશે.

દેવી માતા દુર્ગાના વાહન

જોકે માતા દુર્ગાનું વાહન સિંહ માનવામાં આવે છે પરંતુ દર વર્ષે નવરાત્રિના સમયે તિથિ અનુસાર માતા અલગ અલગ વાહનો પર સવાર થઈને પૃથ્વી પર આવે છે એટલે કે માતા સિંહને બદલે બીજી સવારી પર સવાર થઈને પણ પૃથ્વી પર આવે છે. માતા દુર્ગા વાહનથી આવે છે અને વાહનથી જ જાય છે. દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે

शशि सूर्य गजरुढा शनिभौमै तुरंगमे। गुरौशुक्रेच दोलायां बुधे नौकाप्रकीर्तिता॥ આ શ્લોકમાં સપ્તાહના સાતેય દિવસો અનુસાર દેવીના આગમનનું અલગ અલગ વાહન બતાવવામાં આવ્યું છે.

નવરાત્રિનું વિશેષ નક્ષત્રો અને યોગો સાથે આવવું માનવ જીવન પર ખાસ પ્રભાવ પાડે છે. એ જ રીતે કળશ સ્થાપનના દિવસે દેવી કયા વાહન પર બિરાજમાન થઈને પૃથ્વીલોક તરફ આવી રહ્યા છે તેની પણ માનવ જીવન પર વિશેષ અસર થાય છે.

ડોલી કે પાલખી પર સવાર થઈને આવશે માતા દુર્ગા (Shardiya Navratri 2024 Mata Ka Vahan)

નવરાત્રિના પહેલા દિવસના આધારે માતા દુર્ગાની સવારી વિશે જાણવા મળે છે. નવરાત્રિમાં માતાની સવારીનું વિશેષ મહત્વ હોય છે. માતા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવી રહ્યા છે. હાથી પર માતાનું આગમન આ વાતનો સંકેત આપી રહ્યું છે કે આ વર્ષે ખૂબ સારો વરસાદ થશે અને ખેતી સારી થશે. દેશમાં અન્ન ધનનો ભંડાર વધશે.

માતાનું વાહન આપી રહ્યું છે ડરાવનારા સંકેત

જ્યારે માતા દુર્ગાની સવારી ડોલી કે પાલખી પર આવે છે ત્યારે તે સારો સંકેત નથી. માતા દુર્ગાનું પાલખી પર આવવું બધા માટે ચિંતા વધારનારું માનવામાં આવી રહ્યું છે.

અર્થવ્યવસ્થા પડવાથી લોકોનો કામધંધો મંદ પડવાની આશંકા છે.

દેશ દુનિયામાં મહામારી ફેલાવાનો ડર છે.

લોકોને કોઈ મોટી અપ્રાકૃતિક ઘટનાનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યમાં ભારે ગિરાવટ આવી શકે છે. બીજા દેશોથી હિંસાના સમાચાર આવી શકે છે.

શારદીય નવરાત્રિનું મહત્વ

ધર્મગ્રંથો અનુસાર, નવરાત્રિ માતા ભગવતી દુર્ગાની આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. આ નવ દિવસો દરમિયાન માતાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત હોય છે, અને દરેક સ્વરૂપની અલગ મહિમા હોય છે. આદિશક્તિ જગદંબાના દરેક સ્વરૂપથી અલગ અલગ મનોરથ પૂર્ણ થાય છે. આ તહેવાર નારીશક્તિની આરાધનાનો તહેવાર છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget