Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે
Shravan 2024: શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી જન્મોજન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને અમોઘ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ પૂજનમાં કેટલીક એવી સામગ્રી છે જે શિવજી પર નહીં ચઢાવવી જોઈએ.
Shravan Puja: દેવોના દેવ મહાદેવના મનને ગમતો શ્રાવણ મહિનો સોમવાર 05 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણના મહિનામાં શિવલિંગ પર ગંગાજળ, બેલપત્ર, ધતૂરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના પુષ્પો અર્પણ કરવામાં આવે છે, જેથી ભગવાન ભોળાનાથ જલદી પ્રસન્ન થઈ જાય.
જ્યારે શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી શ્રાવણ માસ હોય કે કોઈ પણ દિવસ હોય શિવજીને અર્પણ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ નહીં ચઢાવવી જોઈએ.
શ્રાવણમાં શિવજી પર આ વસ્તુઓ ન ચઢાવો (Shiv Puja Niyam)
આ ફૂલ ન ચઢાવો - કેતકીને જૂઠું બોલવાના કારણે ભોળાનાથથી શ્રાપ મળ્યો છે. ત્યારથી કેતકીના પુષ્પો ભગવાન શિવને નથી ચઢતા, એટલે આ પુષ્પને શિવલિંગ પર ક્યારેય નહીં ચઢાવવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો.
કુમકુમ કેમ નથી ચઢતું - કુમકુમ એક શૃંગારની સામગ્રી છે જ્યારે ભોળાનાથ તો વૈરાગી છે, એટલે શિવજી કે શિવલિંગ પર કુમકુમથી ના તો શૃંગાર કરવામાં આવે છે અને ના તો ટીકો લગાવવામાં આવે છે. તેમને હંમેશા ચંદન કે અષ્ટગંધનો ટીકો લગાવવામાં આવે છે.
હળદર - સામાન્ય રીતે અધૂરું જ્ઞાન હોવાથી લોકો હળદરનો લેપ પણ શિવલિંગ પર કરી દે છે, જે સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે હળદર પણ એક શૃંગાર સામગ્રી માનવામાં આવી છે.
શંખ કેમ નથી કરતા ઉપયોગ - શિવ પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે શંખચૂડનો વધ ભગવાન શિવે કર્યો હતો અને શંખને શંખચૂડનું જ રૂપ માનવામાં આવ્યું છે, એટલે શિવલિંગની પૂજા અને અભિષેકમાં શંખનો પ્રયોગ નથી કરવામાં આવતો.
આ ફળ નથી ચઢતું - નાળિયેરનો ઉપયોગ પણ શિવલિંગ પર નથી કરવામાં આવતો. નાળિયેરનો પ્રસાદ પણ શિવલિંગ પર નથી ચઢાવતા અને ના તો તેના જળથી શિવલિંગ પર અભિષેક થાય છે. જો તમે શિવલિંગ પર નાળિયેર ચઢાવો છો તો તેને અખંડ રૂપે ચઢાવીને શિવને અર્પણ કરી દો.
આ પાન વર્જિત છે - તુલસીનો પ્રસાદ કે તુલસી દળનો પ્રયોગ શિવલિંગમાં કોઈ પણ રૂપમાં નથી કરવામાં આવતો અને ના તો શિવલિંગ પર તેને ચઢાવવામાં આવે છે, આવું કરવું વર્જિત છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે તેનો ઉપયોગ શિવજીની પૂજામાં સંપૂર્ણપણે વર્જિત છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.