Mantra Jaap Na Niyam: આ મંત્રમાં છે ખૂબ જ શક્તિશાળી, જો આ રીતે કરશો મળશે શીઘ્ર ફળ
Mantra Jaap Na Niyam:અમોઘ શક્તિ ધરાવે છે ગાયત્રી મંત્ર, આ રીતે જાપ કરવાથી સાધકનો થાય છે ભાગ્યોદય, જાણીએ તેના અદભૂત અન્ય લાભ

Mantra Jaap Na Niyam:સનાતન ધર્મમાં ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ ગાયત્રી મંત્રના જાપના કેટલાક ખાસ નિયમો.
હિંદુ ધર્મમાં ગાયત્રી મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી અને તેનાથી સંબંધિત નિયમોનું દરરોજ પાલન કરવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે અને સાધક પર દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારના દોષો પણ દૂર થાય છે અને વ્યક્તિ આંતરિક શાંતિ અનુભવે છે. ચાલો ગાયત્રી મંત્રનો જાપ કરવાનો નિયમ, સમય અને મહત્વ જાણીએ
જો ગાયત્રી મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. આ મંત્રનો જાપ મૌન રહીને જ કરો, ઉંચા અવાજે કરવાથી તેનો પ્રભાવ ઓછો થઇ જાય છે. પીળા વસ્ત્ર ધારણ કરીને જાપ કરવા શ્રેષ્ઠ છે.
ગાયત્રી મંત્રના જાપ માટે શ્રેષ્ઠ સમય છે. બ્રહ્મમૂહૂર્ત, આ મૂહૂર્તથી શરૂ કરીને સૂર્યોદય સુધી જાપ કરો, શ્રેષ્ઠ પરિણામ મળશે.
જો બ્રહ્મમૂહૂર્તમાં શક્ય ન હોય તો સૂર્યોદય બાદનો સમય પણ ઉતમ છે. આ સમયમાં પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો.
ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય પણ સૂર્યોસ્ત બાદ ન કરવો જોઇએ. આ સમયે કરવાથી કોઇ ફળ નથી મળતું.
ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે આપ દિશાનું અવશ્ય ધ્યાન રાખો. ગાયત્રી મંત્રનું જાપ કરનાર સાઘકે પૂર્વ દિશામાં મુખ રાખીને સવિતાનું ધ્યાન કરીને ગાયત્રી મંત્રના જાપ કરવા જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
