Hero ના આ મેક્સી સ્કૂટરે આવતા જ લૂંટી મહેફિલ, શાનદાર લૂક સાથે છે જબરદસ્ત ફિચર
Bharat Mobility Global Expo 2025: આ સ્કૂટરનું બુકિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે અને ડિલિવરી માર્ચમાં કરવામાં આવશે

Bharat Mobility Global Expo 2025: હીરો મોટોકૉર્પે ગ્લૉબલ મૉબિલિટી એક્સ્પૉમાં ઝૂમ 160 મેક્સી-સ્કૂટર લૉન્ચ કર્યું છે. આ મેક્સી-સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ 48 હજાર 500 રૂપિયા રાખવામાં આવી છે. હીરોનું આ સ્કૂટર બ્રાન્ડના પ્રીમિયમ ચેનલ દ્વારા વેચવામાં આવશે.
આ સ્કૂટરનું બુકિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે અને ડિલિવરી માર્ચમાં કરવામાં આવશે. હીરો મોટોકોર્પે એક્સ્પૉમાં Xtreme 250R, Xpalse 210 અને Xoom 125 પણ લૉન્ચ કરી.
Hero Xoom 160 Maxi Scooter ના ફિચર્સ
હીરો ઝૂમ 160 મેક્સી સ્કૂટરમાં 156cc, લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે જે 14.8hp અને 14Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. હીરો સ્કૂટરમાં i3s સાયલન્ટ સ્ટાર્ટ અને 4-વાલ્વ ટેકનોલોજી છે જે ઉત્તમ કાર્યક્ષમતા અને હાઇ સ્પીડ ક્ષમતા માટે છે.
હીરોના આ સ્કૂટરમાં મળે છે આ સુવિધાઓ
હીરો ઝૂમ 160 ની બૉલ્ડ ડિઝાઇનમાં ઊંચું સ્ટેન્સ, બ્લૉક પેટર્ન ટાયર સાથે 14-ઇંચ વ્હીલ્સ અને વધુ આરામ માટે પહોળી, ગાદીવાળી સીટનો સમાવેશ થાય છે. તેમાં રિમૉટ સીટ એક્સેસ સાથે સ્માર્ટ કી, ડ્યુઅલ-ચેમ્બર LED હેડલેમ્પ્સ, ABS સાથે ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે બ્લૂટૂથ ડિજિટલ સ્પીડોમીટર જેવી સુવિધાઓ છે.
Hero Xoom 160 ની ડિઝાઇન અને વજન
હીરો ઝૂમ 160 માં કીલેસ ઇગ્નીશન, ડિજિટલ ડેશ અને રિમૉટ સીટ ઓપનિંગ સાથે સ્પ્લિટ-એલઇડી હેડલાઇટ્સ છે. તેનું વજન ૧૪૧ કિલો છે, જે તેને એરૉક્સ ૧૫૫ કરતા ૧૫ કિલો ભારે બનાવે છે. આ મેક્સી સ્કૂટરમાં ડ્યૂઅલ રીઅર સ્પ્રિંગ્સ સાથે ટેલિસ્કૉપિક ફ્રન્ટ ફૉર્ક્સ છે.
ક્યારથી શરૂ થશે Hero Zoom 160 ની ડિલીવરી ?
મેક્સી સ્કૂટરના બ્રેકિંગ વિશે વાત કરીએ તો તેમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને પાછળના ડ્રમ બ્રેકનો સમાવેશ થાય છે. હીરો ઝૂમનું બુકિંગ ફેબ્રુઆરીથી શરૂ થશે. સ્કૂટરની ડિલિવરી માર્ચ સુધીમાં શરૂ થશે. આ સ્કૂટર ફક્ત એક જ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો
Affordable CNG Cars: ઓછા બજેટમાં સીએનજી કાર લેવાનો પ્લાન છે આ છે બેસ્ટ ઓપ્શન





















