મોંઘી થઇ ગઇ દેશની સૌથી સસ્તી 4-સીટર ઇલેક્ટ્રિક કાર, Comet EV ખરીદવા હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે ?
MG Comet EV New Price: MG Comet EV 2025 માં ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારના મિડ વેરિઅન્ટ એક્સાઈટમાં તે સુવિધાઓ શામેલ છે

MG Comet EV New Price: એમજી મોટર્સે 2025 માં કૉમેટ લાઇન-અપ અપડેટ કર્યું છે. કોમેટ EV ના ફક્ત એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ એક્ઝિક્યૂટિવમાં કોઈ ફેરફાર થયો નથી. MG મોટર્સે Comet EV ની કિંમતમાં 27,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જે તેના વેરિઅન્ટ માટે અલગ અલગ હોઈ શકે છે. આ કારના એક્સક્લૂઝિવ ફાસ્ટ ચાર્જિંગ વેરિઅન્ટની કિંમતમાં મહત્તમ 27 હજાર રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, તાજેતરમાં લૉન્ચ થયેલા બ્લેકસ્ટોર્મ એડિશનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી.
નવી Comet EV ના ફિચર્સ
MG Comet EV 2025 માં ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારના મિડ વેરિઅન્ટ એક્સાઈટમાં તે સુવિધાઓ શામેલ છે જે તેના ટોપ વેરિઅન્ટ એક્સક્લુઝિવમાં ઉપલબ્ધ છે. કૉમેટ EV ના મિડ વેરિઅન્ટમાં રીઅર પાર્કિંગ કેમેરા અને ઇલેક્ટ્રિકલી ફૉલ્ડિંગ આઉટસાઇડ રીઅરવ્યૂ મિરરની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ કારના એક્સક્લૂઝિવ વેરિઅન્ટમાં ફેબ્રિક સીટ અપહોલ્સ્ટરીને પ્રીમિયમ લેધરેટ સીટથી બદલવામાં આવી છે. હવે આ ટોપ વેરિઅન્ટમાં, 2-સ્પીકર સાઉન્ડ સિસ્ટમને બદલે, 4-સ્પીકર સેટઅપ ઉપલબ્ધ થશે.
Comet EV ની રેન્જ
એમજી મોટર્સે આ ઇલેક્ટ્રિક કારમાં કોઈ યાંત્રિક ફેરફાર કર્યા નથી. કોમેટ EV પાછળની મોટરથી સજ્જ છે, જે 42 hp પાવર અને 110 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ ઇલેક્ટ્રિક કાર 17.3 kWh લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે. આ બેટરી સાથે, કંપનીનો દાવો છે કે આ કાર એક જ ચાર્જિંગમાં 230 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
MG મોટર ઇન્ડિયાએ આ કારના મિડ અને ટોપ-સ્પેક વેરિઅન્ટ માટે 7.4 kW AC ચાર્જર પણ રજૂ કર્યું છે. આ ચાર્જરની મદદથી વાહનને 0 થી 100 ટકા ચાર્જ કરવામાં 3.5 કલાક લાગશે. અગાઉ, કંપની આ કાર માટે 3.3 kW AC ચાર્જર આપતી હતી, જે આ EV ને ચાર્જ કરવામાં લગભગ બમણો સમય લેતી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
