Mahindra XUV700 New Variant: મહિન્દ્રા XUV700ને મળ્યા નવા કલર વેરિએન્ટ, ડીપ ફૉરેસ્ટ પણ થયું સામેલ
Mahindra XUV700in Deep Forest: મહિન્દ્રા કાર લવર્સ માટે એક મોટો સમાચાર સામે આવ્યા છે. Mahindra XUV700એ સૌથી લોકપ્રિય SUVમાંથી એક છે

Mahindra XUV700in Deep Forest: મહિન્દ્રા કાર લવર્સ માટે એક મોટો સમાચાર સામે આવ્યા છે. Mahindra XUV700એ સૌથી લોકપ્રિય SUVમાંથી એક છે. હવે મહિન્દ્રાએ આ SUVને બે નવા કલર વેરિઅન્ટ આપ્યા છે. આ કાર ડીપ ફૉરેસ્ટ અને બર્ન સિએના કલરમાં માર્કેટમાં આવી છે. કંપનીએ તાજેતરમાં બે લાખ યૂનિટનું ઉત્પાદન કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સફળતાની ઉજવણી કરવા માટે કંપનીએ આ કારના બે નવા કલર વેરિઅન્ટ બજારમાં રજૂ કર્યા છે.
મહિન્દ્રા XUV700ના કલર વેરિએન્ટ
Mahindra XUV700 એક પાવરફુલ કાર છે. આ કાર ભારતીય બજારમાં 14 કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ડીપ ફૉરેસ્ટ અને બર્ન સી પહેલા આ કારના 12 કલર વેરિઅન્ટ હતા. આ કાર ડેઝલિંગ સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લૂ, એવરેસ્ટ વ્હાઇટ, મિડનાઇટ બ્લેક, રેડ રેજ, નેપોલી બ્લેક, મિડનાઇટ બ્લેક ડીટી, એવરેસ્ટ વ્હાઇટ ડીટી, ડેઝલિંગ સિલ્વર ડીટી, ઇલેક્ટ્રિક બ્લૂ ડીટી, રેડ રેજ ડીટી અને બ્લેઝ રેડ (મેટ) રંગોમાં ઉપલબ્ધ છે. છે.
મહિન્દ્રાની કારનું નવું વેરિએન્ટ
મહિન્દ્રાએ તાજેતરમાં જ ભારતીય બજારમાં XUV700નું નવું વેરિઅન્ટ પણ લૉન્ચ કર્યું છે. કંપનીએ AX5 સિલેક્ટ વેરિઅન્ટ રજૂ કર્યું છે. હવે મહિન્દ્રા તેના બેઝ એમએક્સ વેરિઅન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન લાવવા પર કામ કરી રહી છે. નવા AX5 વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 16.89 લાખ રૂપિયા છે. આ 7 સીટર કાર છે.
આ કારના તમામ વેરિઅન્ટની યાદીમાં મહિન્દ્રાનું નવું વેરિઅન્ટ મધ્યમાં છે. આ કારમાં સ્કાયરૂફ પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત આ કાર 10.24-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી પણ સજ્જ છે. કારને સ્ટાર્ટ/સ્ટોપ કરવા માટે પુશ બટન પણ આપવામાં આવે છે.
નવા વેરિએન્ટના ફિચર્સ
Mahindra XUV700ની વિશેષતાઓની યાદીમાં ઘણી વધુ અદ્યતન તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેની સુવિધા છે. તેમજ 6 સ્પીકર સાઉન્ડ સ્ટેજીંગ સાથે આપવામાં આવ્યા છે. ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીનમાં AndrenoX સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ મહિન્દ્રા SUVમાં LED DRL અને ફુલ સાઈઝ વ્હીલ કવર પણ લગાવવામાં આવ્યા છે.





















