સિંગલ ચાર્જમાં આ કાર દોડશે 580 કિમી, પરફોમન્સ અને ફીચર્સ પણ છે જબરદસ્ત
ચીનની કંપની BYD એ તાજેતરમાં તેની ઇલેક્ટ્રિક સેડાન સીલનું નવું વર્ઝન કર્યું છે.
BYD Seal Electric Sedan Review: ચીનની કંપની BYD એ તાજેતરમાં તેની ઇલેક્ટ્રિક સેડાન સીલનું નવું વર્ઝન કર્યું છે. BYD એ ગ્લોબલ માર્કેટમાં વેચાણ મામલે અનેક ICE બ્રાન્ડ્સને પાછળ છોડી દીધી છે. આ કાર બજારમાં ટેસ્લાના મોડલ 3 સાથે ટક્કર આપે છે. તમને આ કારના બે વર્ઝન મળશે જે સિંગલ અને ડ્યુઅલ મોટર સાથે આવે છે.
તેના ટોપ-એન્ડ પરફોર્મન્સ વિશે વાત કરીએ તો તે 3.8 સેકન્ડમાં 0-10 કિમી/કલાકની ઝડપનો દાવો કરે છે. જ્યારે કારની બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે 200 કિલોમીટરનું અંતર કાપવા માટે 15 મિનિટ ચાર્જિંગની જરૂર પડે છે.
15 મિનિટના ચાર્જિંગમાં 200 કિલોમીટર દોડશે
આ કારમાં તમને મોટી બેટરી પેક 82.5kWhનો વિકલ્પ મળે છે જે સરળતાથી 400-450 કિમીનું અંતર કાપી શકે છે જ્યારે સત્તાવાર રેન્જ 580 કિમી છે. જ્યારે કારની બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે 200 કિલોમીટરનું અંતર કાપવા માટે 15 મિનિટ ચાર્જિંગની જરૂર પડે છે.
નવી BYD સીલમાં રૂફ પર લાઇડાર સેન્સર મોડ્યુલ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કારમાં ADAS કાર્યને સુધારવા માટે થાય છે. આ BYD સીલ અપગ્રેડ કરેલ ચેસિસ ઓપ્ટિમલ સસ્પેન્શન પરફોમન્સ મળે છે. આ કંફર્ટ, સ્ટેબિલિટી, હેન્ડલિંગ અને સસ્પેન્શન સેટઅપમાં સુધારો કરે છે.
તમે BYD Sealમાં આ ફીચર્સ મળે છે
ટોપ-સ્પેક AWD વેરિઅન્ટને આ એડવાન્સ ડમ્પિંગ કંટ્રોલ સિસ્ટમ પણ મળે છે. નવી કારમાં અપડેટેડ ઇન્ટિરિયર છે, જેમાં અનોખા ફોર સ્પોક ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલ અને એક મોટી સેન્ટ્રલી માઉન્ટેડ ફ્લોટિંગ ટચસ્ક્રીન છે. તેમાં રોટેશન ફંક્શન છે. જેમાં એક મિનિમલિસ્ટ સેન્ટર કન્સોલ, વાયરલેસ ચાર્જિંગ પેડ અને હિડન એસી વેન્ટ છે. તમામ વેરિઅન્ટમાં W-HUD હેડ અપ ડિસ્પ્લે અને 13 એરબેગ્સ સ્ટાન્ડર્ડના રૂપમાં છે.
મારુતિ સુઝુકી વર્ષ 2031 સુધીમાં છ ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર નિર્માતા કંપની તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX ના રૂપમાં બજારમાં લોન્ચ કરશે. મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX જાન્યુઆરી 2025માં યોજાનાર ભારત મોબિલિટી શોમાં રજૂ કરવામાં આવી શકે છે.
મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX
મારુતિ સુઝુકીની આ પ્રથમ ઇલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. eVXનું પ્રોડક્શન મોડલ ભારત મોબિલિટી શોમાં બતાવવામાં આવી શકે છે, જે આ કારના અંતિમ સ્પેસિફિકેશન વિશે માહિતી આપશે. આ ઇલેક્ટ્રિક કારને ભારત સિવાય યુરોપ અને જાપાનના માર્કેટમાં પણ વેચાણ માટે લોન્ચ કરવામાં આવી શકે છે.
Premium Hatchback: ભારતમાં આ કાર થઈ ટેક્સ ફ્રી! કાર ખરીદવા પર થશે લાખોની બચત