ઓડીની ઇલેક્ટ્રિક એસયુવી કાર Audi e-tron અને e-tron Sportback ભારતમાં આ દિવસે થશે લૉન્ચ, કંપનીએ શરૂ કર્યુ બુકિંગ
ઓડી ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે તેમને પાંચ લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે બુક કરી શકાય છે. કંપનીએ જણાવ્યુ કે તે ઇ-ટ્રૉન બ્રાન્ડ અંતર્ગત કેટલાય નવા મૉડલને લૉન્ચ કરશે.
નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી કાર કંપની ઓડીએ ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક એસયુવી e-tron અને e-tron Sportback માટે બુકિંગ શરૂ કરી દીધુ છે. આ બન્ને એસયુવી 22 જુલાઇએ ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. ઓડી ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે તેમને પાંચ લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે બુક કરી શકાય છે. કંપનીએ જણાવ્યુ કે તે ઇ-ટ્રૉન બ્રાન્ડ અંતર્ગત કેટલાય નવા મૉડલને લૉન્ચ કરશે.
મહામારીના કારણે થયુ મોડુ ---
ઓડી ઇન્ડિયા ગયા વર્ષના અંતમાં ઇ-ટ્રૉનનુ લૉન્ચિંગ કરવા જઇ રહી હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે આમાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો. આના વિશે ઓડી ઇન્ડિયાના પ્રમુખ બલવીર સિંહે ઢિલ્લોંને કહ્યું- આવનારો સમય ઇલેક્ટ્રિક કારોનો છે, અને અમે ભારતમાં એક નહીં પરંતુ બે ઇલેક્ટ્રિક એયસુવી ઓડી ઇ-ટ્રૉન અને ઓડી ઇ-ટ્રૉન સ્પોર્ટબેકનુ બુકિંગ શરૂ કરીને રોમાંચિત છીએ.
આટલી છે રેન્જ --
Audi e-tronમાં બે ઇલેક્ટ્રિક મૉટરનો યૂઝ કરવામાં આવ્યો છે, પહેલી મૉટર ફ્રન્ટ એક્સેલમાં લગાવવામાં આવ્યુ છે, જે 309 ન્યૂટન મીટર ટૉર્ક કરે છે, આ લક્ઝરી કાર મેક્સિમમ 408 BHP નો પાવર આપે છે. આમાં 95 kWhની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 400 કિલોમીટરની રેન્જ આપે છે. આ કાર ફક્ત 30 મિનીટમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. આની ટૉપ સ્પીડ 200 KMPHની છે.
Maruti WagonRનુ ઇલેક્ટ્રિક મૉડલ ભારતમાં જલ્દી થશે લૉન્ચ----
ભારતમાં આગામી સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓનો જમાનો હશે. આવામાં કાર કંપની આ સેગમેન્ટમાં દાંવ લગાવી રહી છે. મારુતિ સુઝુકી પણ હવે ઇલેક્ટ્રિક કારોની રેસમાં સામેલ થવા જઇ રહી છે. રિપોર્ટ છે કે કંપની પોતાની પૉપ્યૂલર કાર વૈગન-આર (Wagon-R)ના ઇલેક્ટ્રિક મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં કાર કેટલીય વાર ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ કરવામાં આવી.
વર્ષના અંત સુધીમાં થઇ શકે છે લૉન્ચ....
WagonRના ઇલેક્ટ્રિક વર્ઝનને પણ તાજેતરમાં જ સ્પૉટ કરવામાં આવ્યુ છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપની આને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે હાલના લૉકડાઉનના કારણે આની લૉન્ચિંગમાં થોડુ મોડુ થઇ શકે છે. પરંતુ મીડિયા સોર્સનુ માનીએ તો કંપની WagonRના ઇલેક્ટ્રિક મૉડલને આ વર્ષના અંત સુધીમાં લૉન્ચ કરી શકે છે. ખાસ વાત છે કે બહુ જલ્દી કંપની પોતાની પૉપ્યૂલર કાર વૈગન-આર (Wagon-R)ના ઇલેક્ટ્રિક મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે
આટલી હોઇ શકે છે કિંમત.....
આ કારમાં કેટલાય એડવાન્સ્ડ ફિચર્સને સામેલ કરવામાં આવી શકે છે. જોકે હજુ આના વિશે કંપની તરફથી કોઇ જાણકારી નથી મળી. કેટલાક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે WagonR ઇલેક્ટ્રિકની કિંમત લગભગ 9 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે. ખાસ વાત છે કે એકવાર ફૂલ ચાર્જ કરવા પર 200 કિલોમીટર સુધી આ કાર આરામથી દોડી શકે છે. આ કાર ફાસ્ટ ચાર્જિંગ ઉપરાંત નોર્મલ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. નોર્મલ ચાર્જિંગમાં આ કારને ફૂલ ચાર્જ થવામાં લગભગ 7 કલાકનો સમય લાગી શકે છે.