Citroen C5 Aircross: કંપનીએ શરૂ કરી SUVની હૉમ ડિલીવરી, ઓનલાઇન કરી શકો છો બુક
કંપની ભારતીય માર્કેટમાં પોતાના પહેલા મૉડલ C5 Aircross એસયુવીની હૉમ ડિલીવરી શરૂ કરી દીધી છે. આ મૉડલ માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે,
Citroen Company : ફ્રાન્સની ઓટો કંપની Citroen Indiaએ જાણકારી આપી છે કે કંપની ભારતીય માર્કેટમાં પોતાના પહેલા મૉડલ C5 Aircross એસયુવીની હૉમ ડિલીવરી શરૂ કરી દીધી છે. આ મૉડલ માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, આ પછી કંપની સીધા પોતાના ચેન્નાઇની પાસે તિરુવલ્લૂર સ્થિત પ્રૉડક્શન પ્લાન્ટમાંથી કસ્ટમર્સને એસયુવી ડિલીવર કરવાનુ કામ કરી રહી છે. દેશમાં આવુ પહેલીવાર બની રહ્યું છે, જ્યારે કોઇ કંપની પોતાની કારોની હૉમ ડિલીવરી કરી રહી હોય.
50 જગ્યાએ શરૂ થઇ ડિલીવરી-
Citroenએ હજુ દેશના દસ સિલેક્ટેડ શહેરોમાં જ પોતાનો શૉરૂમ ખોલ્યો છે, જેમાં બેંગ્લુરુ, અમદાવાદ, ચેન્નાઇ, મુંબઇ, પુણે, હૈદરાબાદ, કોલકત્તા, દિલ્હી, કોચ્ચિ અને ગુરુગ્રામ સામેલ છે. આ શહેરોની બહારના ગ્રાહકો માટે કંપની પોતાના મુખ્ય મૉડલ માટે 100 ટકા ડાયરેક્ટ ઓનલાઇન ખરીદી શરૂ કરી છે. કંપનીએ હજુ સુધી દેશભરમાં 50 જગ્યાઓ પર હૉમ ડિલીવરી મૉડલની શરૂઆત કરી છે.
આ છે કિંમત-
ભારતમાં Citroen C5 Aircrossની શરૂઆતી કિંમત 29.90 લાખ રૂપિયા છે, જ્યારે આના ટૉપ મૉડલની કિંમત 31.90 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે. આ એસયુવીના બે વેરિએન્ટ ફિલ અને સાઇનમાં લૉન્ચ કરવામાં આવી છે.
Citroen C5 Aircrossના ફિચર્સ-
Citroen C5 Aircross કારમાં 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે, આ કારનો સ્પૉર્ટી લૂક આપે છે. સાથે જ આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ કન્ટ્રૉલ સિસ્ટમ, બ્લાઇન્ડ સ્પૉટ મૉનિટરિંગ, ડ્યૂલ ટૉન 18-ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે.
જબરદસ્ત છે એન્જિન-
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડિઝલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 177 બીએચપીનો પાવર અને 400 ન્યૂટન મીટરનો પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કાર જબરદસ્ત માઇલેજ આપશે. આ એક લીટર ફ્યૂલમાં 18.6 કિમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે.