શોધખોળ કરો

EV Car: સિંગલ ચાર્જમાં દોડશે 500 km! Marutiની પહેલી EVની જોવા મળી ઝલક, ક્યારે થશે લૉન્ચ ?

Maruti First Electric Car: ભારતીય માર્કેટમાં એવી રીતે જોવામાં આવે છે કે મારુતિ સુઝુકીની ગાડીઓ ખુબ જ ડિમાન્ડમાં રહે છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી પણ કામ કરી રહી છે

Maruti First Electric Car: ભારતીય માર્કેટમાં એવી રીતે જોવામાં આવે છે કે મારુતિ સુઝુકીની ગાડીઓ ખુબ જ ડિમાન્ડમાં રહે છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી પણ કામ કરી રહી છે. હાલમાં કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો પર ખુબ ફોકસ કરી રહી છે. આ કેટેગરીમાં મારુતિ પણ એન્ટ્રી મારવાની છે, હવે મારુતિ સુઝુકી પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX લૉન્ચ કરવા માટે તૈયારી રહી છે. ચાલો જાણીએ કે ટેસ્ટિંગ દરમિયાન મારુતિ eVX ઈલેક્ટ્રિક SUVની નવી ઝલક દેખાઇ તેમાં શું નવું જોવા મળી શકે છે,

જ્યારે મારુતિ eVX ઈલેક્ટ્રિક SUVને ટેસ્ટિંગમાં જોવામાં આવી, ત્યારે તે સ્પોર્ટી X-આકારની ફ્રન્ટ ફેસિયા દર્શાવે છે. આમાં તમે ડબલ LED DRLs જોઈ શકો છો. આ સિવાય હેડલેમ્પ્સની બાજુમાં પ્રૉજેક્ટર આપવામાં આવ્યું છે અને પાછળના ભાગમાં લાઇટિંગ એલિમેન્ટને સમાન ડિઝાઇન આપવામાં આવી છે. કારની આખી બૉડી પર પેનલિંગ છે, જે એકદમ સ્ટાઇલિશ લાગે છે.

કેવા હશે ઇન્ટીરિયર અને ફિચર્સ ? 
મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કારમાં તમને શાનદાર ઇન્ટીરિયર અને શાનદાર ફિચર્સ મળવાના છે. મારુતિ eVX માં ફ્રી-અપ સ્ટૉરેજ સ્પેસ અને મોટી કેબિન સાથે સામાન્ય ઇલેક્ટ્રિક વાહનમાં જોવા મળતી તમામ સુવિધાઓ હશે. આમાં સ્ટૉરેજ સાથે ફ્લૉટિંગ સેન્ટર કન્સૉલ, ડ્રાઇવ સિલેક્ટર માટે રૉટરી નૉબ, સેન્ટર આર્મરેસ્ટ, ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફૉટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ, મીડિયા કન્ટ્રોલ સાથેનું નવું ડી-કટ સ્ટીયરિંગ વ્હીલ અને બ્લેક અને બ્રાઉન સીટ અપહૉલ્સ્ટરી મળશે.

એવી અપેક્ષા છે કે, આ કારમાં તમને ડ્યૂઅલ-ઝૉન ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, ઓટો-ડિમિંગ IRVM, વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, 360-ડિગ્રી સરાઉન્ડ કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળશે. અને ADAS સ્યૂટ પણ આપી શકાય છે.

કેટલી છે રેન્જ અને કોની સાથે થશે ટક્કર 
નવી મારુતિ eVX એક જ ચાર્જ પર 500 કિમીથી વધુની ડ્રાઈવિંગ રેન્જ મેળવે તેવી અપેક્ષા છે. અમને આશા છે કે Maruti EVX ને 60kWh બેટરી પેક મળશે. કંપની આ મૉડલને 2025માં લૉન્ચ કરશે. આ ઇલેક્ટ્રિક SUV આગામી Tata Curve EV અને Hyundai Creta EV સાથે સ્પર્ધા કરશે, જેને ભારતીય રસ્તાઓ પર ઘણી વખત ટેસ્ટિંગમાં જોવામાં આવી છે. Tata Motors આગામી થોડા મહિનામાં દેશમાં તેની Curve EV લૉન્ચ કરશે, જેની રેન્જ પ્રતિ ચાર્જ લગભગ 500 કિલોમીટર હોવાની અપેક્ષા છે. વળી, હ્યૂન્ડાઈ ક્રેટા EV આવતા વર્ષે માર્કેટમાં મારુતિ eVXના લૉન્ચિંગ સમયે જ લૉન્ચ થવાની આશા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget