Electric Cruiser Bike: સિંગલ ચાર્જમાં આપશે 250km ની ડ્રાઇવિંગ રેંજ, આ હશે દેશની પ્રથમ ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઇક
Electric Cruiser Bike Komaki Range: ભારતના ટૂ વ્હીલર બજારમાં ઈલેક્ટ્રિર ક્રૂઝરની એન્ટ્રી થવા જઈ રહી છે.
Electric Cruiser Bike Komaki Ranger: પેટ્રોલની વધતી કિંમતોને કારણે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં, લોકો પાસે બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના ઘણા બધા વિકલ્પો છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રિક ક્રૂઝરની વાત આવે છે, તો અત્યાર સુધી કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે ભારતીય ટુ વ્હીલર માર્કેટમાં ઇલેક્ટ્રિક ક્રૂઝરની એન્ટ્રી થવા જઈ રહી છે. Komaki ઈલેક્ટ્રિક વ્હીકલ ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઈક લૉન્ચ કરવા જઈ રહી છે.
આ ક્રુઝરનું નામ કોમાકી રેન્જર હશે
અહેવાલો અનુસાર, ક્રૂઝરનું નામ કોમકી રેન્જર હશે. જે એક જ વખત ચાર્જ કરવા પર 250 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરશે. આ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ક્રુઝર બાઇક હશે. કંપની આગામી વર્ષે જાન્યુઆરીમાં કોમાકી રેન્જરનું સત્તાવાર લોન્ચિંગ કરી શકે છે. જોકે, કંપનીએ તેની વેબસાઈટ પર તેની ટીઝ કરેલી તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે "ટૂંક સમયમાં આવી રહ્યું છે."
4 kWh બેટરી પેક આપવામાં આવશે
રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રિક ક્રૂઝરમાં 4 kWનું બેટરી પેક આપવામાં આવશે. સાથે જ, કોમાકી રેન્જરને 5000 વોટની મોટર મળશે. તે ખૂબ જ પાવરફુલ મોટર બનવા જઈ રહી છે, જે આ ક્રૂઝરને મુશ્કેલ રસ્તાઓ પર પણ સારા ડ્રાઈવિંગ પરફોર્મન્સ સાથે ક્રૂઝર બનાવશે. આ સિવાય ઇલેક્ટ્રિક ક્રૂઝરમાં ક્રૂઝ કંટ્રોલ, રિપેર સ્વીચ, રિવર્સ સ્વિચ, બ્લૂટૂથ અને એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ મળશે.
કિંમતને લઈ નથી થયો કોઈ ખુલાસો
કોમાકી રેન્જરની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, તે તેના ઓફિશિયલ લોન્ચ બાદ જ શક્ય બનશે. જો કે, કંપની તેને સસ્તા ભાવે લાવવાનો પ્રયાસ કરશે. જેથી કરીને અન્ય કોઈ કંપની આ સેગમેન્ટમાં પ્રવેશ કરે તે પહેલાં તે તેનું બજાર સારી રીતે મેળવી શકે.