આ Insuranceમાં વધી શકે છે 10 ટકા પ્રીમિયમ, સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
આ ફેરફાર આ નાણાકીય વર્ષ 2025-26 વચ્ચે અથવા આગામી નાણાકીય વર્ષ 2026-27 માં લાગુ કરી શકાય છે.

સરકાર ટૂંક સમયમાં થર્ડ પાર્ટી Motor Insurance Premium અંગે મોટો નિર્ણય લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ટૂંક સમયમાં થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.આ વધારો કોમર્શિયલ વ્હીકલ્સ (Commercial Vehicle) માટે કરવામાં આવશે. સ્કૂલ બસો માટે આ વીમાનું પ્રીમિયમ ન્યૂનતમ રાખવામાં આવશે. આ એટલા માટે છે કે જનતા પર કોઈ નકારાત્મક અસર ન પડે.
ફેરફાર ક્યારે થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફેરફાર આ નાણાકીય વર્ષ 2025-26 વચ્ચે અથવા આગામી નાણાકીય વર્ષ 2026-27 માં લાગુ કરી શકાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વધારો એપ્રિલ 2026 અથવા ઓક્ટોબર 2025થી લાગુ કરી શકાય છે. જોકે, સરકારે આ વાતની પુષ્ટી કરી નથી.
હવે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે?
Third Party Motor Insurance નું પ્રીમિયમ હાલમાં નાની કાર (1000 સીસી સુધી) માટે 2100 રૂપિયા છે. તેવી જ રીતે મધ્યમ કદની કાર (1000 થી 15000 સીસી સુધી) માટે 3400 રૂપિયા છે. આ પ્રીમિયમ 5 વર્ષ માટે દર વર્ષે ચૂકવવાનું રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં વીમા કંપની દ્ધારા પ્રીમિયમ હેઠળ 54,455 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા.
Third Party Motor Insurance શું છે?
મોટર વ્હીકલ એક્ટ હેઠળ દરેક વ્યક્તિ માટે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત છે. વાહન ખરીદતી વખતે તમારે આ વીમો લેવો પડે છે. જો કોઈ વ્યક્તિની કાર બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. તો તે નુકસાન થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે. આ દાવો ઘાયલ વ્યક્તિને આપવામાં આવે છે.
તમે દાવાના આંકડા જોઈને જ તેનું મહત્વ સમજી શકો છો. નાણાકીય વર્ષ 2023-24 અને 2022-23માં તેના દાવાની ટકાવારી 82 ટકા હતી. પીઆઈબીમાં ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે 2022માં માર્ગ અકસ્માતોને કારણે 1,68,491 લોકો ઘાયલ થયા હતા. તેથી જ આ વીમો મહત્વપૂર્ણ બની જાય છે.





















