મંત્રી નીતિન ગડકરીએ લૉન્ચ કરી ખતરનાક ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં દોડે છે 650 કિલોમીટર, જાણો વિગતે
નીતિન ગડકરીએ કહ્યું કે, આ ભારતમાં પોતાની તરફથી પહેલી પરિયોજના છે, જેનો ઉદેશ્ય દેશમાં આ રીતના વાહનો માટે પરિવેશ કરવાનો છે.
Toyota Mirai: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે ગ્રીન હાઇડ્રૉજન આધારિત આધુનિક ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક વાહન (એફસીઇવી) ટોયોટા મિરાઇને લૉન્ચ કરી દીધી છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતુ કે આ ખુદ ટોયોટાની મિરાઇનો ઉપયોગ કરવાનુ શરૂ કરશે.
ભારતમાં પોતાના તરફથી પહેલી પરિયોજના -
નીતિન ગડકરીએ કહ્યું કે, આ ભારતમાં પોતાની તરફથી પહેલી પરિયોજના છે, જેનો ઉદેશ્ય દેશમાં આ રીતના વાહનો માટે પરિવેશ કરવાનો છે. તેમને કહ્યું કે, હાઇડ્રૉજનથી ચાલનારી એફસીઇવી શૂન્ય કાર્બન ઉત્સર્જન સમાધાનમાં સૌથી બેસ્ટ છે. તેમને કહ્યું કે આ પુરેપુરી રીતે પર્યાવરણ અનુકુળ છે, અને આનાથી પાણીથી વધારે કોઇ ઉત્સર્જન નથી થતુ.
Delighted to launch the world's most advanced technology - developed Green Hydrogen Fuel Cell Electric Vehicle (FCEV) Toyota Mirai along with Union Minister Shri @HardeepSPuri ji, Union Minister Shri @RajKSinghIndia ji,... pic.twitter.com/teu8pm1l57
— Nitin Gadkari (@nitin_gadkari) March 16, 2022
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હતા હાજર -
ટોયોટા કિર્લોસ્કર મોટર અને ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઓટોમોટિવ ટેકનોલૉજી (આઇટીએટી) હાઇડ્રૉજનથી ચાલનારી એફસીઇવી ટોયોટા મિરાઇના ભારતીય રસ્તા અને હવામાન પરિસ્થિતિઓમાં અધ્યયન અને આકલન કરવા માટે આરંભિક પરિયોજના ચલાવી રહી છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, આર કે સિંહ અને મહેન્દ્ર નાથ પાન્ડેય પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.
સિંગલ ચાર્જમાં દોડે છે 650 કિલોમીટર -
ટોયોટાએ કહ્યું કે, તેને મિરાઇને 2014માં લૉન્ચ કરી હતી અને આ દુનિયાની પહેલી હાઇડ્રૉજન એન્જિન વાળી ઇલેક્ટ્રિક વાહનોમાંની એક છે. આ વાહન એકવાર ચાર્જ કર્યા બાદ 650 કિલોમીટર દોડી શકે છે.
આ પણ વાંચો.........
Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા
ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો
દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા
Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....
Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....