Hero : ટૂ-વ્હિલર્સ ખરીદનારાઓ માટે માઠા સમાચાર, આવતી કાલથી લાગશે ઝાટકો
કંપનીના જણાવ્યા અનુસાર ટુ-વ્હીલરની કિંમતોમાં આ વધારો કંપની દ્વારા સમયાંતરે કરવામાં આવતી સમીક્ષા છે. જેમાં કિંમત, ઈનપુટ કોસ્ટ અને વ્યાપાર આવશ્યકતાઓ જેવી ઘણી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
Price Hike on Two Wheelers: Hero MotoCorpએ તાજેતરમાં જ તેના ટુ-વ્હીલર્સની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધેલી કિંમત 3 જુલાઈથી લાગુ થશે. માહિતી આપતા કંપનીએ કહ્યું હતું કે, કિંમતોમાં આ વધારો 1.5 ટકા સુધીનો હશે. જે અલગ-અલગ માર્કેટ અને મોડલ પર અલગ-અલગ હશે.
કંપનીના જણાવ્યા અનુસાર ટુ-વ્હીલરની કિંમતોમાં આ વધારો કંપની દ્વારા સમયાંતરે કરવામાં આવતી સમીક્ષા છે. જેમાં કિંમત, ઈનપુટ કોસ્ટ અને વ્યાપાર આવશ્યકતાઓ જેવી ઘણી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
કંપની વધુ સારા ફાઇનાન્સ વિકલ્પો ઓફર કરવાનું ચાલુ રાખશે જેથી ગ્રાહકો પર તેની અસર વધુ ન પડે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં સારી આર્થિક ગતિવિધિઓને કારણે સારી માંગના સંકેતો જોવા મળે તેવી શક્યતા છે. તહેવારોની સિઝનમાં ઉદ્યોગમાં તેજી આવી શકે છે.
તાજેતરમાં જ Hero Xtreme 160R 4V 2023 લૉન્ચ કરાયું
તાજેતરમાં Hero Motorcorpએ તેની અપડેટેડ 160cc બાઇક Xtreme 160R 4V ભારતીય બજારમાં લોન્ચ કરી છે. જેની પ્રારંભિક કિંમત રૂ. 1.27 લાખ એક્સ-શોરૂમ છે. 2023 Hero Extreme 160R 4Vને પાવર આપવા માટે 163cc સિંગલ સિલિન્ડર એર અને ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 16.3hpની મહત્તમ શક્તિ અને 14.6Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જેની સાથે 5-સ્પીડ ગિયરબોક્સ ઉમેરવામાં આવ્યું છે.
harley davidson x440 ટૂંક સમયમાં માર્કેટમાં કરશે એન્ટ્રી
Hero Xtreme લૉન્ચ કરવાની સાથે કંપની બીજી મોટરસાઇકલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેના માટે 4 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. આ નવી બાઇકને 440cc સિંગલ સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન સાથે રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ તેની કિંમતની વાત કરીએ તો તેને 2.5 લાખ રૂપિયાની આસપાસ ઓફર કરવામાં આવી શકે છે.
Hero Motocorp : હીરોની આ પ્રીમિયમ મોટરસાઈકલની માર્કેટમાં થશે ધમાકેદાર એન્ટ્રી
હીરો મોટોકોર્પ આગામી વર્ષોમાં બજારનો નોંધપાત્ર હિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. કંપની પ્રીમિયમ બાઇક અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની ચાર નવી પ્રીમિયમ મોટરસાઇકલ પર કામ કરી રહી છે, જે કોર પ્રીમિયમ અને અપર પ્રીમિયમ જેવા સેગમેન્ટમાં લોંચ કરવામાં આવશે.
કંપની નવા મોડલ કરશે લોન્ચ
મુખ્ય પ્રીમિયમ બાઈક સેગમેન્ટમાં સંપૂર્ણ રીતે સજ્જ કરિઝમા XMR અને નેકેડ સ્ટ્રીટ ફાઈટરનો સમાવેશ થઈ શકે છે. જ્યારે અપર પ્રીમિયમ મોડલમાં ટૂંક સમયમાં લોન્ચ થનારી Harley-Davidson X440 અને સ્ટ્રીટ ફાઈટર બાઇકનો સમાવેશ થશે. આ મોડલમાં 200cc થી 400ccની વચ્ચેનું એન્જિન મળશે. આ ઉપરાં, કંપની આગામી વર્ષ સુધીમાં 100 થી વધુ નવી ડીલરશીપ ખોલવાની સાથે એક અલગ રિટેલ ચેનલ દ્વારા તેની આગામી હીરો પ્રીમિયમ મોટરસાઇકલનું વેચાણ કરવાની યોજના બનાવી રહી છે.