18km માઈલેજ સાથે ભારતમાં લોન્ચ થઈ નવી Honda City Sport, સ્પોર્ટી લૂક અને ગજબના ફિચર્સ
હોન્ડા કાર્સ ઇન્ડિયાએ તેની લોકપ્રિય મિડ-સાઇઝ સેડાન સિટીનું નવું સ્પોર્ટી વર્ઝન, City Sport 2025 લોન્ચ કર્યું છે.

Honda City Sport Edition Launched: હોન્ડા કાર્સ ઇન્ડિયાએ તેની લોકપ્રિય મિડ-સાઇઝ સેડાન સિટીનું નવું સ્પોર્ટી વર્ઝન, City Sport 2025 લોન્ચ કર્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 14.88 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને તે મર્યાદિત યુનિટ એડિશન છે, જે ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
આ એડિશન હોન્ડા સિટી CVT પેટ્રોલ વર્ઝન પર આધારિત છે અને તેમાં શાનદાર વિઝ્યુઅલ અપગ્રેડ, પ્રીમિયમ ઇન્ટિરિયર અને અદ્યતન સેફ્ટી ટેકનોલોજી છે. આ વાહનમાં માત્ર દેખાવ પર કામ કરવામાં આવ્યું નથી, પરંતુ વપરાશકર્તા અનુભવને પણ એક નવા સ્તરે લઈ જવામાં આવ્યો છે.
ડિઝાઇન કેવી છે ?
હોન્ડા સિટી સ્પોર્ટ 2025 ને સ્પોર્ટી લુક અને યૂથફુલ ડિઝાઇન સાથે બજારમાં રજૂ કરવામાં આવી છે. તેના એક્સટિરિયર ભાગમાં ગ્લોસી બ્લેક ફ્રન્ટ ગ્રિલ, બ્લેક ટ્રંક લિપ સ્પોઇલર, શાર્ક ફિન એન્ટેના, સ્પોર્ટ બેજિંગ, મલ્ટી-સ્પોક ગ્રે એલોય વ્હીલ્સ અને બ્લેક ORVMs શામેલ છે, જે તેને બોલ્ડ અને અનોખો દેખાવ આપે છે.
ઈંટીરિયર
આ કારના ઈંટીરિયરમાં બ્લેક લેધર સીટ્સ રેડ સ્ટિચિંગ, ડેશબોર્ડ અને ડોર ટ્રીમ્સ પર રેડ એક્સેન્ટ, બ્લેક રુફ લાઇનર અને 7-કલર રિધમિક એમ્બિએન્ટ લાઈટિંગ જેવી સુવિધાઓ છે, જે કેબિનને સ્પોર્ટી અને પ્રીમિયમ ફીલ આપે છે. મિકેનિકલ રુપથી તેમાં સમાન 1.5-લિટર i-VTEC પેટ્રોલ એન્જિન (E20 ) છે જે 121PS પાવર અને 145Nm ટોર્ક જનરેટ કરે છે. તે CVT ઓટોમેટિક ગિયરબોક્સ અને પેડલ શિફ્ટર્સ સાથે જોડાયેલ છે, જે 18.4 કિમી/લીટરની ઇંધણ કાર્યક્ષમતા આપે છે. આ મોડેલમાં Honda Sensing ADAS ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લેન કીપ આસિસ્ટ, કોલિઝન મિટિગેશન બ્રેકિંગ, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ અને હાઇ બીમ આસિસ્ટ જેવી અદ્યતન સેફ્ટી સુવિધાઓ પ્રદાન કરે છે.
કલર ઓપ્શન
આ કાર ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે - Radiant Red Metallic, Meteoroid Grey Metallic અને Platinum White Pearl. હોન્ડા કાર્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કુણાલ બહલે જણાવ્યું હતું કે સિટી સ્પોર્ટ ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ સ્ટાઇલ, ડ્રાઇવિંગ એક્સાઈટમેન્ટ અને ડેલી યૂટિલિટી ત્રણેય એકસાથે મેળવવા માંગે છે. તેની કિંમત તેને વધુ આકર્ષક વિકલ્પ બનાવે છે.





















