શોધખોળ કરો

પેટ્રોલનું ટેન્શન ખતમ! હવે E85 અને E100 ઇંધણ પર ચાલશે વાહનો, જાણો સરકારના આ નિર્ણયથી શું અસર થશે

દેશમાં હાલ E20 ઇંધણનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હવે સરકાર 85% અને 100% ઇથેનોલવાળા ફ્યુઅલને મંજૂરી આપવાની તૈયારીમાં છે. આનાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટશે અને ખેડૂતોની આવક વધશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારે E85 અને E100 ઇથેનોલ ઇંધણ માટે ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા.
  • આનાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટશે, ખેડૂતોને ફાયદો થશે.
  • ઇથેનોલ ઓછું પ્રદૂષણ ફેલાવે, પર્યાવરણને મળશે રાહત.
  • વાહનોના એન્જિનમાં ફેરફાર કરવા પડશે, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોની જરૂર.

E85 fuel India: વધતા જતા પેટ્રોલના ભાવ અને પ્રદૂષણ વચ્ચે વાહનચાલકો માટે એક મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે હવે વાહનોમાં E85 અને E100 એટલે કે 85% થી લઈને 100% સુધીના ઇથેનોલવાળા ઇંધણના ઉપયોગને મંજૂરી આપવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં ફેરફાર કરતો એક નવો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. હાલમાં ભારતમાં 20% ઇથેનોલવાળું E20 પેટ્રોલ તો વપરાય જ છે, પરંતુ હવે સરકાર સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલતા વાહનો લાવવાની તૈયારી કરી રહી છે. આ પગલાંથી વિદેશી ક્રૂડ ઓઇલ પરની આપણી નિર્ભરતા ઘટશે, પર્યાવરણને મોટો ફાયદો થશે અને ખેડૂતોની આવક પણ વધશે. જોકે, આ માટે વાહનોના એન્જિનમાં ફેરફાર કરવો પડશે, જેને લઈને ઓટોમોબાઇલ કંપનીઓ પોતાના મંતવ્યો આપી રહી છે. હાલ પૂરતો આ એક ડ્રાફ્ટ છે અને સરકાર તેના પર લોકોના સૂચનો માંગી રહી છે.

શું છે સરકારનો નવો પ્લાન?

તમને જણાવી દઈએ કે, અત્યારે ભારતમાં ધીમે ધીમે E20 ઇંધણ (જેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય છે) આખા દેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ઇથેનોલ એ શેરડી અને મકાઈ જેવા ખેતપેદાશોમાંથી બનતું એક પ્રકારનું બાયોફ્યુઅલ છે. હવે સરકાર આનાથી એક ડગલું આગળ વધીને E85 (85% ઇથેનોલ) અને E100 (લગભગ 100% ઇથેનોલ) ઇંધણ માટે મોટર વાહન નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં એવા વાહનો આવશે જે પેટ્રોલ કરતા વધુ ઇથેનોલ પર ચાલશે.

ઇથેનોલવાળા ઇંધણથી શું ફાયદા થશે?

આ નવા બદલાવ પાછળ સરકારના કેટલાક મુખ્ય ઉદ્દેશ્યો રહેલા છે:

પૈસાની બચત: ભારત દર વર્ષે કરોડો રૂપિયાનું ક્રૂડ ઓઇલ વિદેશથી મંગાવે છે, જે દેશના અર્થતંત્ર પર મોટો બોજ છે. જો ઇથેનોલનો વપરાશ વધશે, તો ક્રૂડ ઓઇલની આયાત ઘટશે.

ખેડૂતોને ફાયદો: ઇથેનોલ શેરડી અને મકાઈમાંથી બને છે. એટલે કે તેની માંગ વધવાથી સીધો ફાયદો આપણા ખેડૂતોને થશે અને તેમની આવકમાં પણ વધારો થશે.

પર્યાવરણનું રક્ષણ: પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, જેનાથી હવાની ગુણવત્તા સુધરશે અને પર્યાવરણને રાહત મળશે.

ઓટોમોબાઇલ કંપનીઓનું શું કહેવું છે?

દરેક નવી વસ્તુની જેમ આમાં પણ કેટલાક પડકારો છે. ઓટોમોબાઇલ કંપનીઓનું કહેવું છે કે, ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો પેટ્રોલ કરતા અલગ હોય છે. આથી હાઇ ઇથેનોલ માટે વાહનોના એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવા પડશે. અત્યારે રસ્તા પર દોડતા જૂના વાહનો E85 કે E100 ઇંધણ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. જો તેમાં આ ઇંધણ નાખવામાં આવે તો વાહનના પરફોર્મન્સ અને પાર્ટ્સ પર ખરાબ અસર પડી શકે છે. આના ઉકેલ માટે નવી ટેકનોલોજીવાળા 'ફ્લેક્સ-ફ્યુઅલ' (Flex-Fuel) વાહનો બનાવવા પડશે, જે અલગ-અલગ પ્રકારના ઇંધણ પર આસાનીથી ચાલી શકે.

આ પણ વાંચોઃ નવી કાર ખરીદવાની આ છે બેસ્ટ તક! મારુતિ, ટાટા અને મહિન્દ્રાની કાર પર ₹3.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

આગળ શું થશે?

હાલમાં સરકારે આ નિયમોને માત્ર એક ડ્રાફ્ટ તરીકે જ બહાર પાડ્યા છે અને આ અંગે સામાન્ય જનતા તેમજ સંબંધિત કંપનીઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. આ સૂચનો આવ્યા પછી જ અંતિમ નિયમો ઘડવામાં આવશે. એટલે કે, આ યોજના હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેનો અમલ કરતા પહેલા ઘણા ટેકનિકલ, આર્થિક અને પ્રેક્ટિકલ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.

Frequently Asked Questions

ભારતમાં E85 અને E100 ઇંધણના ઉપયોગ અંગે સરકારનો શું પ્લાન છે?

સરકાર વાહનોમાં 85% થી 100% ઇથેનોલવાળા E85 અને E100 ઇંધણના ઉપયોગને મંજૂરી આપવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં ફેરફાર કરવાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે.

ઇથેનોલ-આધારિત ઇંધણના ઉપયોગથી ભારતમાં કયા ફાયદા થશે?

આનાથી વિદેશી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે, ખેડૂતોની આવક વધશે અને પેટ્રોલની સરખામણીમાં ઓછું પ્રદૂષણ ફેલાશે.

ઓટોમોબાઈલ કંપનીઓ E85 અને E100 ઇંધણ અંગે શું ચિંતા વ્યક્ત કરી રહી છે?

કંપનીઓ કહે છે કે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો પેટ્રોલ કરતા અલગ હોવાથી વાહનોના એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમમાં મોટા ફેરફાર કરવા પડશે.

આ E85 અને E100 ઇંધણનો અમલ ક્યારે થશે?

આ એક ડ્રાફ્ટ છે અને સરકાર લોકોના સૂચનો માંગી રહી છે. સૂચનો મળ્યા બાદ અંતિમ નિયમો ઘડવામાં આવશે.

ટોપ સ્ટોરી

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ
21 કિમી/લીટર માઈલેજ આપતી સૌથી સસ્તી 7-સીટર કાર ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોને મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોને મળશે તક?
Embed widget