શોધખોળ કરો

ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાએ ભારતીય બજારમાં 4 લાખ યુનિટ્સના વેચાણનો જાદુઈ આંકડો પાર કર્યો છે. તેના શાનદાર માઈલેજ, વિવિધ પાવરટ્રેન વિકલ્પો અને હાઈબ્રિડ ટેક્નોલોજીના કારણે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મારુતિ ગ્રાન્ડ વિટારાએ 4 લાખ યુનિટ્સ વેચી રેકોર્ડ બનાવ્યો.
  • SUV એ સૌથી ઝડપી 2 અને 3 લાખ યુનિટ્સ વેચી સીમાચિહ્ન પાર કર્યું.
  • વિવિધ પાવરટ્રેન વિકલ્પો, ઉત્તમ માઇલેજ તેની લોકપ્રિયતાનું કારણ.
  • સ્ટ્રોંગ હાઇબ્રિડ મોડેલ 27.97 કિમી/લિટર, 1200 કિમી રેન્જ આપે.

Maruti Grand Vitara Sales: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી SUV કાર્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે, અને મારુતિ સુઝુકીની પોપ્યુલર કાર 'ગ્રાન્ડ વિટારા' (Grand Vitara) ને લોકોની આ વધતી પસંદગીનો જબરદસ્ત ફાયદો મળ્યો છે. સપ્ટેમ્બર 2022 માં લોન્ચ થયા બાદથી જ ગ્રાન્ડ વિટારાએ બજારમાં ધૂમ મચાવી છે અને તાજેતરમાં તેણે 4 લાખ યુનિટ્સના વેચાણનો મોટો આંકડો પાર કરી લીધો છે. કંપનીના આંકડા મુજબ, જૂન 2026 સુધીમાં તેનું કુલ સ્થાનિક વેચાણ 4,01,007 યુનિટ્સ પર પહોંચી ગયું છે. આ ઉપરાંત કંપનીએ આ દમદાર SUV ના લગભગ 62,500 યુનિટ્સ વિદેશમાં પણ એક્સપોર્ટ (નિકાસ) કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડ વિટારાનું વેચાણ મારુતિના પ્રીમિયમ 'Nexa' (નેક્સા) શોરૂમ દ્વારા કરવામાં આવે છે.

ગ્રાન્ડ વિટારાની શાનદાર વેચાણ યાત્રા

લોન્ચિંગના પહેલા દિવસથી જ ગ્રાન્ડ વિટારાએ વેચાણની બાબતમાં મજબૂત પકડ જમાવી લીધી હતી. બજારમાં આવ્યાના માત્ર 12 જ મહિનામાં આ SUV એ 1 લાખ યુનિટ્સ વેચવાનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. ત્યારપછી તેને 2 લાખ યુનિટ્સના વેચાણ સુધી પહોંચવામાં લગભગ 22 મહિના જેટલો સમય લાગ્યો. તે સમયે, ગ્રાન્ડ વિટારા મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં સૌથી ઝડપી 2 લાખનું વેચાણ કરનારી કાર બની ગઈ હતી.

એપ્રિલ 2025 પછીના માત્ર 10 જ મહિનામાં, ગ્રાન્ડ વિટારાએ 2 લાખથી 3 લાખ વેચાણનો મોટો આંકડો પણ પાર કરી લીધો. આ સાથે જ તે 3 લાખના વેચાણ સુધી પહોંચનારી સૌથી ઝડપી મિડ-સાઇઝ SUV માંની એક બની ગઈ. આ ઝડપી વેચાણ દરમિયાન તેણે પ્રથમ પેઢીની લોકપ્રિય 'હ્યુન્ડાઇ ક્રેટા' (Hyundai Creta) ને પણ પાછળ છોડી દીધી હતી, જેને 2 લાખના વેચાણ સુધી પહોંચવામાં 25 મહિના લાગ્યા હતા.

નાણાકીય વર્ષ પ્રમાણે ગ્રાન્ડ વિટારાના વેચાણના આંકડા

ગ્રાન્ડ વિટારાના વેચાણમાં નાણાકીય વર્ષ (FY) મુજબ નોંધપાત્ર વધઘટ જોવા મળી છે:

FY 2023: 51,315 યુનિટ્સ વેચાયા.

FY 2024: વેચાણમાં બમ્પર ઉછાળો આવ્યો અને 12,1,169 યુનિટ્સ વેચાયા (લગભગ 136% નો સીધો વધારો).

FY 2025: આ ગ્રાન્ડ વિટારાનું સૌથી શ્રેષ્ઠ વર્ષ રહ્યું. આ વર્ષે 1,23,946 યુનિટ્સ વેચાયા (અગાઉના વર્ષ કરતા 2% વધુ).

FY 2026: વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો અને આંકડો 83,849 યુનિટ્સ પર પહોંચ્યો (અગાઉના વર્ષ કરતા લગભગ 32% નો ઘટાડો).

ત્યારબાદ, એપ્રિલથી જૂન 2026 દરમિયાન ગ્રાન્ડ વિટારાના 20,728 યુનિટ્સ વેચાયા હતા. SIAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના સત્તાવાર ડેટા અનુસાર, જૂન 2026 ના અંત સુધીમાં કુલ વેચાણ 4,01,007 યુનિટ્સને પાર કરી ગયું હતું.

આ પણ વાંચોઃ ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી

પેટ્રોલ, માઇલ્ડ-હાઇબ્રિડ, સ્ટ્રોંગ-હાઇબ્રિડ અને CNG વિકલ્પો

ગ્રાન્ડ વિટારાની આટલી ભારી લોકપ્રિયતા પાછળનું સૌથી મોટું કારણ તેમાં મળતા અલગ-અલગ પાવરટ્રેન વિકલ્પો છે. મારુતિ આ કારમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન, માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી, મજબૂત (સ્ટ્રોંગ) હાઇબ્રિડ સિસ્ટમ અને ફેક્ટરી-ફિટેડ CNG નો ઓપ્શન આપે છે.

આ કારના માઇલ્ડ-હાઇબ્રિડ વર્ઝનમાં 1462cc નું પાવરફુલ K15 એન્જિન આપવામાં આવ્યું છે, જે આશરે 100 bhp નો પાવર અને 135 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. એક ખાસ વાત એ છે કે, આ પાવરટ્રેનમાં ગ્રાહકોને 'ઓલ-વ્હીલ ડ્રાઇવ' (AWD) નો વિકલ્પ પણ મળે છે.

શા માટે આ કાર આટલી ખાસ છે?

ગ્રાન્ડ વિટારાનું 'સ્ટ્રોંગ હાઇબ્રિડ' (Strong Hybrid) મોડેલ એવા ગ્રાહકોની પહેલી પસંદ છે, જેઓ પેટ્રોલ કારમાં પણ જબરદસ્ત માઇલેજ ઈચ્છે છે. હાઇબ્રિડ સિસ્ટમ પેટ્રોલ એન્જિનને પાવરફુલ ઇલેક્ટ્રિક મોટર અને બેટરી સાથે જોડે છે. કારની જરૂરિયાત મુજબ તે ક્યારેક પેટ્રોલ એન્જિન પર, ક્યારેક ઇલેક્ટ્રિક મોટર પર તો ક્યારેક બંનેના મિશ્રણ પર ચાલે છે.

ગાડી ચલાવતી વખતે સિસ્ટમ દ્વારા કારની બેટરી ઓટોમેટિક ચાર્જ થતી રહે છે. ટ્રાફિકમાં અથવા ઓછી સ્પીડ પર આ કાર માત્ર ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે, જેનાથી પેટ્રોલની ખૂબ બચત થાય છે અને એકદમ શાંત ડ્રાઇવિંગ અનુભવ મળે છે.

આ પણ વાંચોઃ ₹200000 લાખ આપી ઘરે લાવો Hyundai Creta EV: જાણો દર મહિને કેટલી આવશે EMI

દમદાર માઇલેજના આંકડા:

સ્ટ્રોંગ હાઇબ્રિડ e-CVT: 27.97 કિમી/લિટર માઇલેજ આપે છે.

માઇલ્ડ-હાઇબ્રિડ મેન્યુઅલ: 21.11 કિમી/લિટર

માઇલ્ડ-હાઇબ્રિડ ઓટોમેટિક: 20.58 કિમી/લિટર

માઇલ્ડ-હાઇબ્રિડ (AWD) મેન્યુઅલ: 19.38 કિમી/લિટર

ફુલ ટાંકીમાં સળંગ 1200 કિલોમીટરની મુસાફરી!

ગ્રાન્ડ વિટારાની સૌથી મોટી તાકાત તેની ગજબની માઇલેજ અને રેન્જ છે. તેમાં મળતી વિવિધ પાવરટ્રેન ટેકનોલોજી અને ફ્યુઅલ ટાંકીની કેપેસિટીને જોતા, કંપનીનો દાવો છે કે આ SUV ફુલ ટાંકી કરાવ્યા પછી 1200 કિલોમીટર સુધી લાંબી મુસાફરી આસાનીથી કરી શકે છે! આ જ કારણ છે કે લાંબા અંતરની મુસાફરી કરનારા પરિવારો અને ગ્રાહકો માટે ગ્રાન્ડ વિટારા એક ખૂબ જ આકર્ષક અને પૈસા વસૂલ વિકલ્પ બની ગઈ છે.

Frequently Asked Questions

મારુતિ ગ્રાન્ડ વિટારાનું કુલ વેચાણ કેટલું થયું છે?

સપ્ટેમ્બર 2022 માં લોન્ચ થયા બાદ જૂન 2026 સુધીમાં ગ્રાન્ડ વિટારાએ ભારતમાં 4,01,007 યુનિટ્સનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત, લગભગ 62,500 યુનિટ્સની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવી છે.

ગ્રાન્ડ વિટારાએ વેચાણના કયા મોટા આંકડા કેટલી ઝડપથી પાર કર્યા?

ગ્રાન્ડ વિટારાએ 12 મહિનામાં 1 લાખ યુનિટ્સ અને 22 મહિનામાં 2 લાખ યુનિટ્સનું વેચાણ પાર કર્યું હતું. તે મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં સૌથી ઝડપી 2 લાખ અને 3 લાખનું વેચાણ કરનારી કાર બની છે.

ગ્રાન્ડ વિટારામાં કયા પાવરટ્રેન વિકલ્પો ઉપલબ્ધ છે?

ગ્રાન્ડ વિટારામાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન, માઇલ્ડ-હાઇબ્રિડ, સ્ટ્રોંગ-હાઇબ્રિડ સિસ્ટમ અને ફેક્ટરી-ફિટેડ CNG ના વિકલ્પો મળે છે. આ વિવિધ પાવરટ્રેન તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ છે.

ગ્રાન્ડ વિટારાની માઇલેજ કેટલી છે, ખાસ કરીને સ્ટ્રોંગ હાઇબ્રિડ મોડેલની?

સ્ટ્રોંગ હાઇબ્રિડ e-CVT મોડેલ 27.97 કિમી/લિટર માઇલેજ આપે છે. માઇલ્ડ-હાઇબ્રિડ મેન્યુઅલ વર્ઝન 21.11 કિમી/લિટર અને ઓટોમેટિક 20.58 કિમી/લિટર માઇલેજ આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget